હાંડવો (Handvo Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..
ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..
નાના મોટા સૌનો પ્યારો હાંડવો..
આવો, તમને મારી રેસિપી બતાવું..

હાંડવો (Handvo Recipe In Gujarati)

બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..
ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..
નાના મોટા સૌનો પ્યારો હાંડવો..
આવો, તમને મારી રેસિપી બતાવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  1. ૨ વાડકીખીચડી ના ચોખા
  2. ૩/૪ વાટકી ચણાની દાળ
  3. ૧/૨ વાડકીતુવેર ની દાળ
  4. ૧/૨ વાડકીમગ ની પીળી દાળ
  5. ૧/૨ વાડકીઅડદ ની દાળ
  6. ૧ ચમચીમેથી દાણા
  7. મસાલા માં.
  8. ૨ ચમચા આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  9. ૧ ચમચો લાલ મરચું પાઉડર
  10. ૧/૨ચમચો હળદર
  11. ૧ ચમચો ધાણાજીરૂ
  12. ૨ ચમચા ગોળ
  13. ૧/૨ કપખાટું દહીં
  14. ૧ મોટો વાટકો દૂધી છીણેલી
  15. ૧/૨ કપમેથી ભાજી કાપેલી
  16. વઘાર માં.
  17. ૧/૨ વાડકીતેલ
  18. ૨ ચમચીરાઈ
  19. ૧ ચમચીમેથી
  20. સૂકા લાલ મરચા
  21. ૧૦-૧૨ લીમડા ના પાન
  22. ૨ ચમચા તલ
  23. ૧/૨ ચમચીહિંગ
  24. ૧ ચમચીલાલ મરચું પાઉડર વઘાર માં નાંખવા
  25. અને ૧/૨ ચમચી અથવા સ્વાદ પ્રમાણે મીઠું
  26. જોઈતું પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચોખા અને બધી દાળ ને સરખી રીતે ૨-૩ વાર ધોઈ, ૫-૬ કલાક પલાળી રાખવી.
    ત્યારબાદ બધું પાણી નિતારી કોર્સ ક્રશ કરી લેવી..મેથી ને પણ સાથે જ ક્રશ કરી લેવી..

  2. 2

    તેમાં ખાટું દહીં અને જોઈતું પાણી નાખી ખીરું બનાવી લગભગ ૭-૮ કલાક આથો રાખવા ગરમ જગ્યા માં રાખી મૂકવું

  3. 3

    આથો આવી જાય ત્યારે તેમાં બધા મસાલા,ગોળ તેમજ દૂધી અને મેથી ભાજી નાખી હલાવી વઘાર ની તૈયારી કરવી.

  4. 4

    એક પેન માં તેલ લઇ રાઈ,મેથી,હિંગ, તલ,લીમડા ના પાન તેમ જ આખા લાલ મરચા અને લાલ મરચું પાઉડર એડ કરી,વઘાર હાંડવા ના બેટર માં પોર કરી દેવો.ઉપર થોડો વઘાર રેડવો અને તલ સરખા પ્રમાણ માં ભભરાવવા..

  5. 5

    હાંડવાના કુકર ની નીચે ની ડિશ માં રેતી ભરી તેને ૫-૧૦ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર પ્રિ હિટ કરી લેવી,
    હવે હાંડવા ના કુકર ને બધી બાજુ તેલ થી સરખી રીતે ગ્રીસ કરી બેટર રેડી દેવું અને ગેસ પર રેતી ની ડિશ પર મૂકી પહેલા દસ મિનિટ હાઈ ફ્લેમ પર પછી સ્લો ગેસ પર ચડવા દેવો..

  6. 6

    લગભગ એક કલાક બાદ કુકર ખોલી તબેથો નાખી જોઈ લેવું..clean નીકળે તો સમજવું ચડી ગયો છે.
    તરત તેને રેતી ની ડિશ પર થી નીચે ઉતરી ૧૫-૨૦ મિનિટ માટે સીજાવા દેવો..

  7. 7

    કુકર સાવ ઠંડુ પડી જાય ત્યારબાદ ચપ્પા થી ચારે બાજુ થી કિનારો લુઝ કરી લેવી અને થાળી માં કુકર ઊંધું કરી હાંડવો આખો નીકળે એમ ટ્રાય કરવો.

  8. 8

    લો,આ રહ્યો હાંડવો....
    મન ભરી ને ખાવ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Urmila Batra
Urmila Batra @urmibatra
All time hot favourite. ઠંડો વધારે ટેસ્ટી લાગે છે 😋😋

Similar Recipes