વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે.

વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)

#મોમ. આ પૂરી મારા બંને બાળકો ને ખુબજ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧૦૦ ગ્રામ રવો
  3. ૧૫૦ ગ્રામ ઘી
  4. 2 ચમચીમીઠું
  5. 1 ચમચીક્રશ જીરૂ
  6. 1 ચમચીક્રશ મરી
  7. 2 કપપાણી
  8. 4 ચમચીકોર્ન ફ્લોર
  9. 4 ચમચીઘી સ્લરી માટે
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો અને રવો ચાડી લો. એમાં મીઠું, મરી, જીરું નાખી મિક્સ કરી દો હવે એમાં તાવેલું ઘી ઉમેરી મિક્સ કરો.

  2. 2

    હવે એમાં પાણી થોડું થોડું રેડતા જઈ રોટલી કરતા થોડો પોચો લોટ બાંધી લો. ઢાંકણ ઢાંકી રેવા દો. હવે એક વાડકી માં ઘી લય એમાં કોર્ન ફ્લોર ઉમેરી સ્લરી બનાવી દો. હવે લોટ ને ફરી થી ૨ મિનિટ મસળી લો. પછી લોટ ના ૬ ભાગ કરી દો.

  3. 3

    હવે ૬ ભાગ માંથી દરેક ભાગ ના ત્રણ લુવા પાડી દો પછી એક સરખો ત્રણ રોટલી વણી લો

  4. 4

    હવે રોટલીપર કોર્ન ફ્લોર ની સ્લરી લગાવી દો બધે બરાબર લગાવી દો. એના પર બીજી રોટલી મૂકી હાથ થી હળવે હાથે દબાવી એના પર પણ સ્લ રી લગાવી દો. પછી ત્રીજી રોટલી મૂકી પણ સ્લરી લગાવી દો હવે ધીમે ધીમે રોલ વાડી લ્યો.

  5. 5

    રોલ વાડી એક સરખું થાય એમ હળવા હાથે દબાવી ગોળ ગોળ ફેરવી સરખો રોલ કરી એને નાના નાના ટુકડા માં કાપી લો

  6. 6

    હવે એ લુંવા ની નાની નાની પૂરી વણી લો. બધી જ રોટલી આ રીતે વણી ને પૂરી બનાવી લ્યો. પછી એ રીતે બધી જ પૂરીઓ વણી ને તેલ ગરમ કરવા મૂકો. તેલ એકદમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેલ માં પૂરી મૂકી દો. પૂરી જરાક ઉપર આવે એટલે ગેસ ફૂલ કરી દો અને પુરીમાં હળવે હળવે જારો મારો અને અંદર બાજુ જરા દબાવી બંને બાજુ ફેરવી ને ગુલાબી પૂરી થાય એટલે બહાર કાઢી લ્યો. બધી પૂરી એવી રીતે તળી લો. આ પૂરી ખુબજ ફરશી થાય છે. ચા સાથે તો ખૂબ સારી લાગે છે એમ પણ સારી લાગે. તો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ (17)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Hi મનીષાબેન તમારી પડવાળી પુરી ખૂબ સરસ બની છે મેં પણ મારી રીતે આવી પુરી બનાવી છે...thankyou....👍🙂

Similar Recipes