રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રસ મલાઈ માટે નો રસ એટલે કે ઘટ્ટ દૂધ તૈયાર કરીશું. તે માટે કઢાઈ માં 500 મિલી દૂધ લઈ તેને ઉકળવા મુકો. તેમાં 3 મોટી ચમચી કે જોઈએ તે મુજબ ગળપણ ઉમેરી દો.
- 2
દૂધ ઉકળે તે પછી તેમાં સૂકા મેવા પણ ઉમેરી દેવા. 3 ચમચી દૂધ માં કેસર ના તાંતણા પલાળી રાખી તે પણ ઉમેરી દો. દૂધ 8-10 મિનિટ ઉકળે તો ઘટ્ટ થઈ જશે. હવે તેને આંચ પરથી ઉતારી લઈ ઠંડું થવા માટે મૂકી દેવું. તેમાં ચપટી પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લો
- 3
બાકીના 500 મિલી દૂધ ને ગેસ ઉપર મૂકવું. તેમાં એક ઉભરો આવે એટલે વિનેગાર ઉમેરી હલાવતા રહેવું. વિનેગાર ઉમેરવાથી દૂધ તરત ફાટવા લાગશે અને તેનું પાણી છૂટું પડવા માંડશે.
- 4
હવે તેને આંચ પરથી ઉતારી લો. થોડી વારે તેને ઠંડા પાણીથી ધોઇ લો. હવે કોટન ના કપડાં માં લઇ પાણી નિતારી લો.
- 5
બધું પાણી નિતારી જવા દો. હવે તેને પ્લેટ માં લઇ ખૂબ મસળો. 4-5 મિનિટ સુધી સતત મસળવાથી નરમ થઇ જશે. હવે તેના ગોળા વાળી હાથે થી દબાવી લો. આ રીતે બધા ગોળા ચપટા દબાવી ને તૈયાર કરવા.
- 6
મોટા વાસણ માં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેમાં 4 ચમચી ખાંડ ઉમેરી ઉકળવા માંડે ત્યારે તેમાં તૈયાર કરેલ ગોળા ઉમેરી દો. 7-8 મિનિટ માટે રાખી પછી સાવચેતી પૂર્વક પાણી નિતારી બહાર કાઢી લો.
- 7
હવે તે ઠંડા પડે તો તૈયાર કરેલ દૂધ માં ઉમેરી આશરે અડધા કલાક માટે ફ્રીજ માં ઠંડા કરવા મૂકી દો.
- 8
ઠંડા થઇ જાય એટલે ઉપર પિસ્તા બદામ ની કતરણ ભભરાવી સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
#વિકમીલ-૨ #RC2#સ્વીટસ્વીટ રસ-મલાઈ આ એક બંગાળી ફેમસ સ્વીટ છે ખૂબ પ્રચલિત હોવાની સાથે આ ડિશે બધીજ ક્યુસીન માં એનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો જોઈએ રીત. Naina Bhojak -
રસ મલાઈ(Ras Malai Recipe in Gujarati)
#goldenapron3#week23#vrat#માઇઇબુક#પોસ્ટ18#વિક્મીલ૨ મૅ આ રસ મલાઈ મા કસ્ટર પાઉડર કે ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો માટૅ ઉપવાસ મા પણ ખાઈ સકાય છે. Manisha Desai -
રસ મલાઈ (Ras malai recipe in gujarati)
#મોમમારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો. Sneha Shah -
ઇન્સ્ટન્ટ મલાઈ (Instant Ras malai Recipe In Gujarati)
#ઈસ્ટ રસ મલાઈ વેસ્ટ બેંગાલ ની રેસીપી છે મારી દીકરીને બહુ જ ભાવે છે માટે હું પણ બનાવું છું Jayshree Gohel -
-
-
બાસુંદી
#કાંદાલસણ.ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. Upadhyay Kausha -
-
રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી જે મારી માતા મારા દરેક જન્મદિવસ પર બનાવે છે #MDCShefali
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
રસ મલાઈ ચોકલેટ (Ras Malai Chocolate Recipe In Gujarati)
#DFTસુહાનીબહેન સાથે zoom Live બનાવી હતી Falguni Shah -
-
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
-
-
-
-
રસ-મલાઈ(Ras_Malai)
#રસ-મલાઈ(rasmalai)આ સ્વીટ આમ તો બંગાળી મીઠાઈ છે પણ બધે જ ખૂબ પ્રચલિત છે અને વારે તહેવારે બનાવવમાં આવે છે...તો જોઈએ એની રીત.. Naina Bhojak -
પનીર જલેબી (Paneer Jalebi Recipe In Gujarati)
#PC જલેબી ની જેમ,પનીર જલેબી પણ એકસરખાં આકાર માં પનીર ઉમેરી બનાવવા માં આવે છે.એકદમ દિલ્હી,ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવાં રાજ્ય માં લોકપ્રિય મીઠાઈ છે.ખાસ દિવસ હોય અથવા ત્યૌહાર માં બનાવી શકાય. Bina Mithani -
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
અંગુર રસ મલાઈ (Angoor Ras Malai Recipe In Guajarati)
રસગુલલા તો બનાવી અને પણ મે આજે તેમાથી કંઈ ક નવુ કરી ને રસમલાઈ બનાવી છે. Chandni Dave -
-
કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)
#મોમઆ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે. Manisha Kanzariya -
-
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani
ટિપ્પણીઓ (7)