રસ મલાઈ (Ras Malai Recipe In Gujarati)

Nisha
Nisha @nisha_sangani

#MA

શેર કરો

ઘટકો

  1. રબડી માટે:-
  2. ૫૦૦ મિ.લી દૂધ
  3. ૪ ચમચીખાંડ
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. 4 ચમચીકાજુ બદામ પિસ્તાની કતરણ
  6. ચપટીયલો ફૂડ કલર
  7. રસમલાઇ બનાવવા માટે:-
  8. લીટર દૂધ પનીર બનાવવા માટે
  9. 1 ચમચીમેંદો
  10. લીંબુનો રસ
  11. ચાસણી બનાવવા માટે:-
  12. ૩૦૦ ગ્રામ ખાંડ
  13. 1લીટર પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રસમલાઈ માટે રબડી બનાવવા માટે સૌપ્રથમ દૂધ ગરમ મૂકી તેને ઉકાળવું દૂધ ઊકળે એટલે તેમાં ખાંડ નાખવી

  2. 2

    દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું પછી તેમાં કાજુ બદામ અને પીસ્તા ની કતરણ નાખવી અને યલો ફૂડ કલર પાણીમાં ઘોળીને નાખો પછી તેમાં ઈલાયચી પાઉડર નાખો દૂધને ઘટ્ટ થવા દેવું

  3. 3

    રબડી તૈયાર છે પણ કરી તેને ઠંડી થવા દેવી

  4. 4

    હવે રસમલાઇ બનાવવા માટે સૌપ્રથમ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકવું એક લીંબુનો રસ કાઢવો અને તેમાં એટલું જ પાણી ઉમેરવું

  5. 5

    દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવો જરા ઠંડું થાય ત્યાર પછી તેમાં લીંબુનો રસ એડ કરો દૂધને હલાવવું અને ધીમે ધીમે ફાડવુ

  6. 6

    દૂધ ફાટી જાય ત્યાર પછી તપેલી પર ગરણું રાખો તેના પર આછું કપડું રાખવો ફાટેલ દૂધને ગાળી લેવું જેથી લીંબુની ખટાશ નીકળી જાય પછી બધું પાણી નિતારી થોડીવાર માટે બાંધીને રાખી દેવો

  7. 7

    પાણી નીતરી જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવો એક ચમચી મેંદો મિક્સ કરવો

  8. 8

    પનીરને હથેળીથી ખૂબ મસળવું તને દસ મિનિટ સુધી આ પ્રોસેસ કરવી નહિતર રસ મલાઈ ચાસણીમાં છૂટી પડી જશે પછી તેમાંથી હાથેથી થેપલી વાળી લેવી

  9. 9

    રસ મલાઈ ની ચાસણી બનાવવા માટે તપેલીમાં ખાંડ લઇને તેમાં ૧ લીટર પાણી નાખી તેને ઉકાળવી ચાસણીમાં બબલ્સ આવે ત્યાં સુધી ઉકાળો

  10. 10

    ચાસણી ઊકળે એટલે તેમાં તૈયાર કરેલ થેપલીનાખી દેવી સેજ ફૂલી જાય એટલે ચમચાથી હળવા હાથે પલટાવી લેવી 10 થી 15 મિનીટ માટે પાકવા દેવું ઢાંકણ ઢાંકી દેવો બધા ઘોડા એકદમ ફૂલી જશે પછી ગેસ બંધ કરી દેવો રસ મલાઈ ને ચાસણીમાં થોડીવાર રહેવા દેવી

  11. 11

    હવે તૈયાર કરેલ રબડી માં આ બધા ગોળા ચમચાથી હળવે હાથે દબાવી ચાસણી નીતારી નાખી દેવા તેને ફ્રીઝમાં ઠંડી કરવા માટે પાંચથી છ કલાક માટે રાખી દેવી

  12. 12

    રસ મલાઈ તૈયાર છે તેને સર્વિંગ બાઉલમા લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
DeliciousHello dear 🙋
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes