રસ મલાઈ (Ras malai recipe in gujarati)

Sneha Shah
Sneha Shah @sneha_333

#મોમ
મારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો.

રસ મલાઈ (Ras malai recipe in gujarati)

#મોમ
મારી ફેવરિટ ડીશ ની વાત કરું તો એ છે રસ મલાઈ જે મને ખુબજ ભાવે છે.એવું કહી શકું કે મારી સૌથી ફેવરેટ ડીશ છે જેને હું ગમે ત્યારે ને ગમે એ ટાઈમે ખાઈ શકું.એનું નામ સાંભળતાજ મારા મોઢામાં પાણી આવી જાય. ઘરે કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે મ્મી ઘરે બનાવેજ અને મને પણ એને આ રેસિપી બનાવતા શીખવાડી .અને આ રેસિપી એટલી સરસ ઘરેજ બને છે કે કદાચ તમે બહાર ની રસ મલાઈ પણ ભૂલી જવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ સેટ કરવા 1 કલાક
3 વ્યક્તિ માટે
  1. 500ml દૂધ
  2. 6 ચમચીખાંડ
  3. 10-15કેસર ના તાંતણા
  4. 2 ચમચીબદામ પિસ્તાનો પાવડર
  5. 1 ચમચીએલચી પાવડર
  6. 100 ગ્રામપનીર
  7. 2 કપખાંડ
  8. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ સેટ કરવા 1 કલાક
  1. 1

    સૌપ્રથમ અપડે એક પેન માં દૂધ ને ધીમા તાપે ઉકાળીશું.અનેદૂધ ને 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીશું.જેવું દૂધ ઉકળવા માંડે તેમાં કેસર નાખી દઈશું જેથી એનો કલર બેસે.

  2. 2

    હવે જેમ જેમ દૂધ ઉકળવા માંડે એટલે તેમાં ખાંડ,એલચી પાવડર અને બદામ પિસ્તાની કતરણ ઉમેરી દઈશું.ને 3 થી 4 ઉભરા પછી ગેસ બંદ કરી દઈશું.

  3. 3

    હવે એક ઊંડા વાસણ માં ખાંડ ને પાણી મિક્સ કરી ને ઉકળવા મૂકી દઈશું.હવે પનીર કે જે મેં અગાવ થી બનાયેલું રાખેલું કે તમે બજાર નું પનીર પણ વાપરી શકો છો.હવે પનીર ને મિક્સચર માં કૃશ કરી લઈશું ત્યારબાદ પ્લેટ માં કાળી ને હાથ થી થોડું મસળી લઈશું.ને તેની મોટી ટીક્કી બનાઈ લઈશું.

  4. 4

    હવે આ ટીક્કી ને આપડે જે ખાંડ વાળું પાણી ઉકળવા મૂકેલું તેમાં ખાંડ ઓગળી ગઈ હશે તેમાં આ ટીક્કી ને નાખી ને 1 મિનિટ ઉકળવા ડાઈસુ જેથી ખાંડ ની ચાસણી તેમાં ઉતરી જાય

  5. 5

    હવે આ પનીર ની ટીક્કી ને ઝારી કે કાના વાળા વાસણ માં લઇ લાઈસુ જેથી વધારાનું ખાંડ નું પાણી નીકલી જાય.ને 1 મિનિટ રેસ્ટ આપવો.

  6. 6

    હવે આ ટીક્કી ને દૂધ માં ઉમેરી દેવી ને ફ્રિજ માં 1 કલાક ઠંડી કરવા મૂકી દેવી.ને પછી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

Similar Recipes