માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#goldanapron3#weak18#biskuit. આ બિસ્કિટ અમારા સુરતની પ્રખયાત બિસ્કિટ છે. આજે આ રેસિપી સેર કરતા મને ખુબ આનંદ થાય છે. ખુબજ સરસ બની છે બિલકુલ બેકરી જેવી જ કે એનાથી પણ સરસ તમે પણ ટ્રાય કરજો.

માખણિયા બિસ્કિટ (makhaniya biscuit in Gujarati)

#goldanapron3#weak18#biskuit. આ બિસ્કિટ અમારા સુરતની પ્રખયાત બિસ્કિટ છે. આજે આ રેસિપી સેર કરતા મને ખુબ આનંદ થાય છે. ખુબજ સરસ બની છે બિલકુલ બેકરી જેવી જ કે એનાથી પણ સરસ તમે પણ ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીમેંદો
  2. 2 ટેબલસ્પૂનરવો
  3. 1/2 વાડકીમાખણ
  4. 1/2 વાડકીઘી
  5. 2 ટેબલસ્પૂનમોડું દહીં
  6. 1 ટેબલસ્પૂનજીરું
  7. 1ટી સ્પુન બેકિંગ પાવડર
  8. 1/4સ્પુન કુકીંગ સોડા
  9. 1/2સ્પુન મીઠું
  10. 2 ચમચીદુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી માપ પ્રમાણે તૈયાર કરીદો. હવે મેંદો, રવો અને બેકિંગ પાવડર ને એક વાસણ માં ચાળી લ્યો. હવે એમાં જીરું મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. હવે એમાં વચ્ચે ખાડો કરી એમાં માખણ દહીં અને કુકીંગ સોડા અને ઘી ઉમેરી દો. દુધ પણ ઉમેરી દો.

  2. 2

    હવે હળવા હાથે મસળી લોટ નો લુવો તૈયાર કરો. પછી એમાંથી નાના નાના લુવા હળવા હાથે વાળી લય બેકિંગ ટ્રેમાં મૂકી દો. હવે માઇક્રોવેવ ને 5 મિનિટ પ્રિ હિટ કરી એમાં તૈયાર બેકિંગ ટ્રે મૂકી બેકિંગ મોડ કરી 30 મિનિટ બેક કરવા મુકો. પછી ચેક કરી લેવું. થઈ ગઈ હોઈ તો એને બહાર કાઢી એક સ્ટેન્ડ પર મૂકી અડધો કલાક ઠંડી પડે પછી તમે ખાય શકો કે ડબ્બા માં ભરી સ્ટોર કરી શકો છો. ચા સાથે ખુબ સરસ લાગે છે આ બિસ્કિટ. સર્વ કરો.

  3. 3

    છેલ્લ્લા એક સૂચના કે બિસ્કિટ ના લુવા હળવા હાથે જ વાળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ (36)

Similar Recipes