દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉંનો લોટ
  2. 1 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીચોખાનો લોટ
  4. 1ચમચો માટે તેલ
  5. અડધી ખમણેલી દૂધી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીમરચું પાવડર
  8. અડધી ચમચી હળદર
  9. 2 ચમચીદહીં
  10. ૧ ચમચીખાંડ
  11. અડધી ચમચી લસણની પેસ્ટ
  12. અડધી ચમચી તલ
  13. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધા લોટ મિક્સ કરી મસાલો નાખી અને લોટ બાંધો. તેમાં લસણની પેસ્ટ અને દુધી પણ એડ કરી દો.

  2. 2

    લોટ બાંધવામાં દૂધી અને દહીં હોવાથી પાણી બે-ત્રણ ચમચી જ જશે. વધુ પાણી પડી ન જાય તેનું ધ્યાન રાખવુ.

  3. 3

    હવે થેપલા ને રોટલી થી થોડું જાડું વણવાનુ છે અને બંને સાઇડ તેલ મૂકી શેકી લેવાનુ ‌‌‌‌છે.

  4. 4

    આ ઢેબરાને કોઇપણ ચટણી સાથે અથવા દહીં સાથે કે સોસ સાથે સર્વ કરી શકાય. તૈયાર છે દૂધીના થેપલા કહો કે ઢેબરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes