ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા

Paulami Kariya
Paulami Kariya @chefpal24

આ પરોઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.

ઓટસ્ અને લીલા કાંદાના પરોઠા

આ પરોઠા ઓટસ્ અને ઘઉંના લોટના સંયોજન વડે બનાવવામાં આવ્યા છે જેથી તમે ફાઇબરયુક્ત ઓટસ્ નો સ્વાદ માણવાની શરૂઆત કરી શકો. મેં આ પરોઠામાં લીલા કાંદાના પૂરણનો ઉપયોગ કર્યો છે એટલે ઓટસ્ નો કાચો સ્વાદ તેમાં ભળી જાય છે. આ પરોઠા ગરમા ગરમ જ સારા લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારીનો સમય: ૧૦ મિનિટ બનાવવાનો સમય: ૧૫ મિનિટ
૪ પરોઠા
  1. ૩/૪ કપ અર્ધ-કચરા પીસેલા ક્વીક કુકિંગ રોલ્ડ ઓટસ્
  2. ૧ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  3. ૪ ટેબલસ્પૂનદહીં
  4. મીઠું, સ્વાદાનુસાર
  5. લીલા કાંદાના પૂરણ માટે
  6. ૧ કપઝીણા સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ
  7. ૧ કપઝીણા સમારેલા લીલા કાંદાનો લીલો ભાગ
  8. ૧ ટીસ્પૂનતેલ
  9. ૧ ટીસ્પૂનજીરૂ
  10. ૨ ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  11. ૨ ટીસ્પૂનલીલા મરચાંની પેસ્ટ
  12. મીઠું, સ્વાદાનુસાર
  13. બીજી જરૂરી વસ્તુઓ
  14. ઘઉંનો લોટ, વણવા માટે
  15. તેલ, રાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

તૈયારીનો સમય: ૧૦ મિનિટ બનાવવાનો સમય: ૧૫ મિનિટ
  1. 1

    કણિક માટે
    એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી, સુંવાળી કણિક તૈયાર કરી બાજુ પર રાખો.

  2. 2

    લીલા કાંદાના પૂરણ માટે
    એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
    જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
    તે પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ મેળવી મધ્યમ તાપ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
    તે પછી તેમાં લીલા કાંદાનો લીલો ભાગ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
    આમ તૈયાર થયેલા પૂરણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

  3. 3

    આગળની રીત
    કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
    દરેક ભાગને ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
    આમ વણેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર મૂકી તેની પર પૂરણનો એક ભાગ પાથરી લો.
    તેની પર વણેલી બીજી એક રોટી મૂકી તેની બાજુઓ સખત રીતે બંધ કરી લો.
    આમ તૈયાર થયેલા પરોઠાને એક ગરમ નૉન-સ્ટીક તવા પર થોડા તેલની મદદથી તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
    રીત ક્રમાંક ૨ થી ૫ પ્રમાણે બાકીના ૩ પરોઠા પણ તૈયાર કરી લો.
    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Paulami Kariya
Paulami Kariya @chefpal24
પર

ટિપ્પણીઓ

Similar Recipes