ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)

Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
Gujrat

#સાઉથ #week3 એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦
  1. ૧/૨ કપ મોરૈયો
  2. ૧/૨ કપ રાજગીરાનો લોટ
  3. ૧/૨ કપ ખાટ્ટી છાસ
  4. ૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ
  5. સ્વાદાનુસારસિંધવ મીઠું
  6. જરૂર મુજબ તેલ. રાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    મોરૈયોને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.
    તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.

  2. 2

    આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.
    એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળ ઢોસા તૈયાર કરો.

  3. 3

    ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.
    બીજા ઢોસા તૈયાર કરો.ફરાળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
પર
Gujrat
Love to cook and make new dishes🍳🍱🍺🍧🍦🍕🍝😋 💟
વધુ વાંચો

Similar Recipes