ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#trend2
#post1
આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે.

ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#trend2
#post1
આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો
  1. ૨ વાટકા ઘઉં નો લોટ
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ૧ ચમચીકસ્તુરી મેથી
  4. ૧ (૧/૨ ચમચી)તેલ મોણ માટે
  5. જરૂર મુજબ પાણી
  6. મસાલા માટે
  7. બટેટા બાફી ને માવો કરેલા
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  11. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧ ચમચીસેઝવાન ચટણી
  13. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ અથવા ઝીણા સમારેલા
  14. જરૂર મુજબ છીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક ઊંડા વાસણ અથવા કથરોટ માં લોટ, મીઠું,તેલ, કસુરી મેથી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ને રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધવો અને બંધાય જાય પછી થોડી વારે લોટ પર તેલ વલો હાથ ફેરવી ને ઢાંકી ને રાખી દેવો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા બટેટા ને મેશ કરી ને માવો બનાવી લેવો પછી તેમાં ગરમ મસાલો,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર, સેઝવન ચટણી,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું,આદુ મરચાની પેસ્ટ અને ચીઝ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ આ મસાલા ને લોટ ના મોટા લુવા ને વણી ને વચમાં ભરી ને ગોળ વાળી ને પરોઠા વણી લો.પછી તેને લોઢી પર બને બાજુ શેકી ને દહીં અને ચટણી કે કેચ અપ સાથે સર્વ કરો ઉપર થી પણ ચીઝ ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes