ઘટકો

ચાર વ્યક્તિ
  1. 2 કિલોદહી
  2. 200 ગ્રામદળેલી ખાંડ
  3. 1પાકેલી કેરી નો પલ્પ
  4. ૨-૩ ટીપા મેંગો એસેન્સ
  5. ચારથી પાંચ કાજુ
  6. આઠથી દસ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીંને કપડામાં વીટીને પાંચ થી સાત કલાક રાખી દો.ત્યારબાદ બધું જ પાણી નીતરી જાય એટલે શીખંડ માટેનો મસ્કો તૈયાર થઈ જાય.

  2. 2

    હવે દહીના મસ્કા માં દળેલી ખાંડ નાંખી બીટર ની મદદથી બીટ કરો. બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેની અંદર કેરીનો પલ્પ પણ નાખી દો.

  3. 3

    એની અંદર મેંગો એસન્સ પણ નાખો અને ફરીથી બીટ કરો. ત્યારબાદ એની અંદર કાજુ કિસમિસ વગેરે નાખો.તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું મેંગો ડ્રાય ફ્રૂટ શ્રીખંડ...

  4. 4

    મેંગો ની સિઝનમાં ફ્રેસ મેંગો જુસ નાખીને શીખંડ બનાવાય અને આ શીખંડ ખાવાની બહુ મજા આવે છે. શિખંડ પુરી શીખંડ રોટલી વગેરેમાં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes