સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)

Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
Bharuch

#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી..

સ્વીટ મેંગો જેલી (Sweet Mango Jelly Recipe In Gujarati)

#કૈરી બાળકો ને મજા પડી જાય એવી જેલી બનાવી છે, એ પણ પાકી કેરી ના રસ થી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ+૧કલાક
  1. પાકી કેરી ના પીસ
  2. ૧ કપપાણી
  3. ૧ મોટી ચમચીકોર્ન ફ્લોર
  4. ચપટીમીઠું
  5. ૧/૩ કપખાંડ
  6. ૧ (૧/૨ ચમચી)જિલેટીન કે અગર અગર
  7. ૧/૨ કપસૂકા ખોપરાં નું છીણ
  8. ફુદીના ના પાન ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ+૧કલાક
  1. 1

    કેરી ના પીસ ને મિક્સર જારમાં લઈ, ૧ કપ પાણી ઉમેરી ક્રશ કરી રસ તૈયાર કરો.

  2. 2

    રસ ને કડાઈ માં લઈ, ખાંડ, મીઠું, કોર્ન ફ્લોર, ઉમેરો.

  3. 3

    જીલેટિન ઉમેરી બરાબર મિક્સ કરી, પછી ગેસ ચાલુ કરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું, ગેસ ની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી.

  4. 4

    જે પણ વાસણ માં જેલી સેટ કરવી હોય એને તેલ થી ગ્રીસ કરી, પછી ઘટ્ટ થયેલ મિશ્રણ રેડી, રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યાર બાદ ફ્રીઝ માં ૧ કલાક સેટ થવા મૂકવું..થઈ જાય એટલે પ્લેટ માં અનમોલ્ડ કરી, વચ્ચે થી કટ કરી સૂકા ખોપરા ના છીણ થી કોટ કરી, ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Nirav Trivedi
Radhika Nirav Trivedi @cook_15819773
પર
Bharuch

Similar Recipes