મેંગો સરબત #goldanapron 3.0 week 20

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

કેરીની સિઝન જોરદાર ચાલેછે અત્યારે તો હરકોઈ કેરી ની કંઈ ને કઈ નવી નવી વેરાયટી બનાવતા જ હોયછે તો આજે મેં મેંગો સરબત બનાવ્યું છે.

મેંગો સરબત #goldanapron 3.0 week 20

કેરીની સિઝન જોરદાર ચાલેછે અત્યારે તો હરકોઈ કેરી ની કંઈ ને કઈ નવી નવી વેરાયટી બનાવતા જ હોયછે તો આજે મેં મેંગો સરબત બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોપાકી કેરી
  2. 2 વાટકીખાંડ
  3. જરૂર મુજબ પાણી
  4. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઈને તેનો પલ્પ મિક્ષી મા કરી લીધોછે તેમાં પાણી બિલકુલ નથી નાખ્યું ખાલી પલ્પ જ લીધોછે કેરીના ફોટા લેતા ભૂલી ગઈછું રેસા વગરની કેરી લેવી ત્યારબાદ ખાંડ ને એક વાસણમાં લઈને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લેવું તેને ગેસ ઉપર ગરમ કરવું ને ચમચા વડે હલાવતા જ રહેવું જેથી કરીને ખાંડ તળિયે ચોંટે નહિ ને એકરસ થઈ જાય તેની ચાસણી થોડી ચીકણી થાય તેવી કરવી તેને આંગળીથી ચેક કરવી તે ચીકણી લાગે પછી તેમાં લીંબુનો રસ નાખી તેનો મેલ કાઢવો ચાસણી ચોખ્ખી થશે પછી તેમાં કેરીનો પલ્પ નાખવો થોડીવાર હલાવી ને મિક્સ કરવો

  2. 2

    તે બરાબર મિક્ષ થાય પછી ગેસ બન્ધ કરવો તેને ઠન્ડું થવા દેવું તે એકદમ ઠન્ડું થાય પછી તેને એક ગ્લાસમાં તમારા સ્વાદ પ્રમાણે બનાવું એક ચમચો મેગી સીરપ લેવું તેમાં જરૂર મુજબ પાણી નાખીને હલાવવું પછી તેમાં બરફના ક્યુબ નાખી ચિલ્ડ કરી સર્વ કરવું.તો તૈયાર છે મેંગો સરબત

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes