સીઝલર (sizzler recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780
શેર કરો

ઘટકો

  1. 1 કિલોબટેટા
  2. 1પેકેટ પાસ્તા
  3. ૩ નંગડુંગળી
  4. 2બાફેલી મકાઈ
  5. 2 નંગકેપ્સિકમ મરચા
  6. 3 નંગટામેટા
  7. તેલ તળવા માટે
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 2 ચમચીસોયા સોસ
  10. 4 ચમચીગ્રીન ચીલી સોસ
  11. 4 ચમચીરેડ ચીલી સોસ
  12. 1/2વાટકી ટોમેટો કેચપ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. 2 ચમચીકોર્ન ફ્લોર
  15. 1/2ચમચી ખાંડ
  16. 2 ચમચીલાલ મરચું
  17. 1/2વાટકી ચીઝનુ ખમણ
  18. ચપટીમરીનો ભૂકો
  19. ગાર્નીશિંગ માટે.
  20. કોબીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણ ચાર નંગ બટેટા ની ચિપ્સ કરશો અને તેને ઠંડા પાણી માં મીઠામાં પલાળી રાખવું થોડીવાર માટે ત્યારબાદ તેને તેલમાં તળી લો. ત્યારબાદ ૩ નંગ ડુંગળી લઇ તેની આછી ઉભી સાલઈઝ કરશું

  2. 2

    હવે આલુ ટીક્કી બનાવવા માટે તથા કેપ્સીકમ મરચાં અને ટામેટા ભરવા માટે સૌ પ્રથમ ત્રણ ચાર નંગ બટેટા બાફી લો ત્યારબાદ બટેટાનો માવો કરી તેમાં મીઠું લીંબુ લાલ મરચું તથા ખાંડ ઉમેરો અને કોર્ન ફ્લોર ઉમેરો પછી બરાબર મિક્સ કરી લો. હવે માવો મિક્સ થઇ ગયા બાદ કેપ્સિકમ મરચા તથા ૩ ટામેટાં લે વચ્ચેથી છરી વડે કાપી અંદરનો બધો ગર કાઢી લો અને તૈયાર કરેલો માવો હોય એમાં ભરેલો અને કુકર ની એક સીટી વગાડીને બાફી લો. હવે બાકીનું છે માવો વસેલો છે તેને થાબડી કરીને તળી લો અને ટિક્કી બનાવી લો.

  3. 3

    બે મકાઈના દાણા કાઢી અને કૂકરમાં એક સીટી વગાડીને બાફી લો તથા એક પેકેટ પાસ્તા લઈને કુકર માં ડૂબે તેટલું પાણી એક ચમચી તેલ તથા 1/2ચમચી મીઠું નાખી બે સીટી વગાડી ને બાફી લો.

  4. 4

    બધું રેડી થઈ ગયા બાદ એક મોટી કઢાઈમાં ૩ ચમચી તેલ મૂકો તથા તેમાં ચપટી મરીનો ભૂકો નાંખી ડુંગળી સાંતળો ત્યારબાદ બાફેલા પાસ્તા ઉમેરો અને તેમાં મકાઈ તથા બટેટાની ચિપ્સ ઉમેરો હવે તેમાં બધો મસાલો કરીએ સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ મીઠું તથા ટોમેટો કેચપ ઉમેરીને બરાબર મિક્સ કરી શું અને પાંચ મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ તેમાં આલુ ટીકી તથા ભરેલા મરચા અને ભરેલા ટામેટાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  5. 5

    બધું બની ગયા બાદ હવે એક સીઝલર પ્લેટમાં કોબીના પાન ગોઠવો અને તેની ઉપર સિઝલર બનાવેલું છે તે બધું ગોઠવો અને ડેકોરેશન કરો અને તેની ઉપર ચીઝનું ખમણ પાથરો. અને તેને ગરમાગરમ ટોમેટો કેચપ સાથે માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes