ઈડલી સાંભાર(Idli sambhar recipe in Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 4વાટકી ચોખા
  2. 1વાટકી અડદની દાળ
  3. 1કપ તુવેરની દાળ
  4. 3ચમચી તેલ
  5. 1ચમચી રાઈ
  6. 1ચમચી જીરૂ
  7. 1ચમચી હિંગ
  8. 1ચમચી મરચા પાઉડર
  9. 3ચમચી એવરેસ્ટ સંભાર મસાલો
  10. 1ચમચી ગરમ મસાલો
  11. નમક સ્વાદ મુજબ
  12. 5મેથી દાણા
  13. 1/2ચમચી સાજી
  14. 1ડુંગળી સમારેલી
  15. 1ચમચી લસણની પેસ્ટ
  16. 1ટામેટું સમારેલું
  17. 1નાનો કટકો દૂધી સમારેલી
  18. 2મરચા સમારેલા
  19. લીમડાના પાન
  20. 1સૂકુ મરચું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    દાળ અને ચોખાને ધોઈને અલગ પલાળો. બીજા દિવસે મીક્ષર માં ક્રશ કરો. કરકરું દળો. દળવામાં 1 ગ્લાસ છાશ ઉમેરો. 5 મેથી દાણા ઉમેરો જેથી આથો સારો આવે. સાંજે તેમાં નમક સ્વાદ મુજબ ઉમેરો અને સાજી 1/2 ચમચી ઉમેરી ખૂબ હલાવો. એકજ દિશામાં હલાવવું. હવે ખીરું રેડી છે એટલે તેમાં તેલ લગાવો અને પછી એક ચમચો ખીરું રેડી સ્ટેન્ડ તૈયાર કરો એક તપેલી ની અંદર એક ગ્લાસ પાણી નાખી એટલીસ્ટ તેમાં મૂકી ઉપર થાળી કે કથરોટ ઊંધો વાળો. પાંચ મિનિટ રહેવા દો પાંચ મિનિટ પછી ખોલીને ચેક કરો એટલે થઈ ગઈ હશે ગેસ બંધ કરી બે મિનીટ પછી બધી ઈડલી

  2. 2

    આવી રીતે બધી એટલી બનાવી લો બીજા ગેસે કુકરમા તુવેરની દાળ બાફવા મૂકો તેમાં એક દુધી છોલી ઝીણી સમારી અને ઉમેરો 1 ટમેટું પણ સમારેલુ ઉમેરો. દાળ બફાય જાય એટલે તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો.

  3. 3

    દાળ ની અંદર 1 સમારેલું ટમેટું,આદુ નું ખમણ,લીમડાના પાન,લીલા મરચાંઉમેરો. એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, જીરુ, મરચું, હિંગ ઉમેરો તેમાં સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ સાંતળો બરાબર થઈ જાય એટલે તેમાં દાળ ઉમેરો હવે તેની અંદર બધા મસાલા એડ કરો હળદર ધાણાજીરું મરચું નમક ઉમેરીને સરખો હલાવો. હવે તેમાં એવરેસ્ટ મસાલો અને ગરમ મસાલો ઉમેરો.5મિનિટ ઉકળવા દો હવે સંભાર રેડી છે

  4. 4

    5મિનિટ ઉકળવા દો હવે સંભાર રેડી છે. એક પ્લેટમાં ઇડલી અને બાઉલમાં સંભાર લઇ સર્વકરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

Similar Recipes