શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩ કપબેસન
  2. ૨ કપગરમ પાણી
  3. ૧૨ ચમચી ખાંડ
  4. ૧ (૧/૨ ચમચી)લીંબુ ના ફૂલ
  5. 3 ચમચીઇનો રેગ્યુલર સોડા
  6. ૨ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ચમચા તેલ
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીતલ
  11. લીલાં મરચાં
  12. ૧૦ લીમડા ના પાન
  13. ૧ કપપાણી
  14. ચમચા કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ગરમ પાણી લઈ તેમાં ખાંડ અને લીંબુ ના ફૂલ ઓગાળી દેવા. હવે મોટા વાસણ માં બેસન લેવો.

  2. 2

    બેસન માં મીઠું અને હળદર ઉમેરી તેમાં તૈયાર કરેલ ગરમ પાણી ઉમેરી મિક્સ કેવું.

  3. 3

    હવે તેમાં ૩ ચમચી ઇનો ઉમેરી ખૂબ હલાવવું. તરત જ સ્ટીમ કરવા રાખવા.

  4. 4

    હવે ૨૦ મિનિટ સ્ટીમ કરવું. પછી ૧૦ મિનિટ ઠંડા કરવા.

  5. 5

    હવે વઘાર કરવા માટે કડાઈ માં તેલ, રાઈ, તલ, લીલા મરચાં, લીમડો ઉમેરી વઘાર કરવો હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ગરમ કરવું.

  6. 6

    હવે ખમણ માં કાપા કરી તેના પર વઘાર રેડવો કોથમીર થી સજાવટ કરવી.

  7. 7

    ચટણી સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bhuvansundari radhadevidasi
પર

Similar Recipes