નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Jignasha Rathod Kakrecha
Jignasha Rathod Kakrecha @cook_18701611

નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 1 કપપાણી
  3. 1/2 ચમચીલીંબુ નાં ફૂલ
  4. 1/2 ચમચીખાંડ
  5. 1/2 ચમચીસોડા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2ચમચા તેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. 2-3લીલા મરચાં
  10. ચપટીહિંગ
  11. 2 ચમચીખાંડ
  12. 4-5 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોકળિયામાં પાણી નાખી આઠથી દસ ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. હવે એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યારપછી તેમાં હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો

  2. 2

    પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ થાળીમાં રેડી લો. પંદરથી વીસ મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો

  3. 3

    હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા અને હીંગ ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડનું પાણી રેડો. તો તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ…

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jignasha Rathod Kakrecha
પર

ટિપ્પણીઓ

Similar Recipes