કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર..

કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)

મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૪-૫ વ્યક્તિ
  1. ૫૦૦ મિલી ફૂલ ક્રિમ દૂધ (અમૂલ ગોલ્ડ)
  2. ૫૦૦ મિલી ટોન્ડ દૂધ(અમૂલ તાજા)
  3. ૭૦ ગ્રામ ખાંડ (રબડી માટે)
  4. ૧૦૦ ગ્રામ ખાંડ (રસગુલ્લા માટે)
  5. ૫૦૦ મિલી પાણી
  6. ૨-૩ આખી ઇલાયચી
  7. ૧ નાની ચમચીરોઝ એસેન્સ
  8. રસવાળા લીંબુ
  9. થોડું કેસર
  10. ૧/૨ નાની ચમચીઇલાયચી પાઉડર
  11. ૨ ચમચીબદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    એક તપેલા માં ટોન્ડ દૂધ(તાજા) ને ઊભરો લાવી ને ગરમ કરો. સાઇડ માં એક વાટકી માં ૨ ચમચી લીંબુનો રસ અને ૨ ચમચી પાણી મિક્સ કરો. હવે ગરમ દૂધ માં લીંબુના રસ ને થોડું થોડું ઉમેરો અને હલાવતા જાઓ. પનીર અને પાણી પૂરું અલગ પડી જાય ત્યાં સુધી ઉમેરતાં રહો. કાણાંવાળા વાસણ માં કપડું મૂકી, પાણી નીકાળી પનીર અલગ કરો. સાફ પાણી થી ૨-૩ વાર પનીર ને સારી રીતે ધોઇ લો. કપડાં ને દબાવી વધારાનું પાણી નીકાળી લો. પનીર વધારે સૂકું ના થઇ જાય કે વધારે પાણી વાળું ના રહે એનું ધ્યાન રાખવું.

  2. 2

    બીજા એક તપેલામાં ફૂલ ક્રિમ દૂધ (ગોલ્ડ) ને ગરમ કરી ઉકાળો. સાથે કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરી 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. થવા આવે એટલે ખાંડ અને બદામ પિસ્તા ની કતરણ નાખીને થોડી વાર ઉકળવા દો. રબડી તૈયાર છે.

  3. 3

    પનીર ને હથેળી થી ૫ થી ૧૦ મિનિટ મુલાયમ થાય ત્યાં સુધી મસળો. હવે એના ચપટા કે ગોળ પેંડા વાળી લો. આટલા પનીર નાં ૮ થી ૧૦ ગોળા બનશે.

  4. 4

    હવે એક પહોળા વાસણ માં પાણી અને ખાંડ ગરમ કરો.એમાં ઇલાયચી અને રોઝ એસેન્સ નાખો. ઉકળે એટલે બનેલા ગોળા નાખી ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનિટ ઉકળવા દો. વચ્ચે સાચવીને હલાવી લેવા. ગોળા ફૂલી ને બમણાં થઇ જશે. રસગુલ્લા તૈયાર છે. (એસેન્સથી સારી માર્કેટ જેવી ફ્લેવર આવશે.)

  5. 5

    રસગુલ્લા ઠંડા થાય એટલે દબાવી ચાસણી કાઢી રબડી માં નાખવા. અને થોડો સમય રબડી માં રહેવા દેવા જેથી રબડી નું દૂધ થોડું અંદર ઉતરે. રસમલાઇ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes