ચોકલેટ કેક

Khush22
Khush22 @Khush_22

#SP
ચોકલેટ કેક

ચોકલેટ કેક

#SP
ચોકલેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૨ કપમેંદો
  2. ૨ કપદૂધ
  3. ૧ કપમાખણ કે બટર
  4. ૧ કપદળેલી ખાંડ
  5. 1/2 કપકોકો પાવડર
  6. ૧ ટેબલસ્પૂનચોકલેટ
  7. 1/2 ટેબલસ્પૂનખાવાનો સોડા
  8. ૧ ટેબલસ્પૂનબેકીંગ પાવડર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ચોકલેટ કેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો એમાં ખાવાનો સોડા,‌ બેકિંગ પાવડર અને કોકો પાવડર નાખી સારી રીતે મિક્સ કરો. હવે આખા મિશ્રણને છીની થી સારી રીતે ચારી લો.

  2. 2

    બીજો એક વાડકો લો એમાં દળેલી ખાંડ અને માખણ નાખી બરાબર મિક્સ કરો અને એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણમાં મેંદા વાળું મિશ્રણ મિક્સ કરો. મિશ્રણમાં ગાંઠ ના પડે એનું ખાસ ધ્યાન રાખવું. આ મિશ્રણમાં દૂધ નાખી એને બરાબર મિક્સ કરો અને તેને સાઈડમાં મૂકી દો. કેક માટેનું મિશ્રણ તૈયાર છે.

  3. 3

    હવે કેક બનાવવા માટેનું એક વાસણ લો. તેમાં અંદર બધી બાજુ બટર લગાવી એ વાસણને અંદરથી ચિકાસ વાળુ કરો જેથી કરીને કેક અંદર ચોંટે નહીં. હવે એ વાસણ મા કેકનું મિશ્રણ નાખી ચારે બાજુ એક સરખું ફેલાવી દો. હવે આ વાસણને માઈક્રોવેવમાં મૂકો.

  4. 4

    કેક ને બનવા માટે ચારથી પાંચ મિનિટ લાગશે. પછી વાસણને માઇક્રોવેવ માં થી કાઢો અને થોડીક વાર બહાર ઠંડુ થવા માટે મૂકો. ઠંડુ થઈ ગયા પછી કેક ને વાસણમાંથી બહાર કાઢો.

  5. 5

    હવે એ કેક ને એક પ્લેટમાં રાખો અને તેના ઉપર ચોકલેટ સજાવો. થોડા સમય પછી તમે તેને સવૅ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khush22
Khush22 @Khush_22
પર

ટિપ્પણીઓ

Similar Recipes