રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગઝીણા સમારેલા બટેટા
  2. ૩ નંગઝીણા સમારેલા રીંગણા
  3. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  4. ૧ વાટકીઝીણું સમારેલું કોબીજ
  5. 1/2 વાટકીઝીણું સમારેલું ગાજર
  6. 1/2 વાટકીઝીણા સમારેલા ગુવાર અને લીલી ચોળી
  7. ૧ વાટકીક્રશ કરેલા ટામેટાં ની પ્યુરી
  8. 1/2 વાટકીઝીણા સમારેલા ટામેટા
  9. ૧ વાટકીઝીણી સમારેલી ડુંગળી
  10. ૧ વાટકીક્રશ કરેલી ડુંગળી ની પેસ્ટ
  11. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  12. ૨ ચમચીલસણની પેસ્ટ
  13. 1/2 ચમચીકસુરી મેથી
  14. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧-૨ ચમચી હળદર
  16. ૨ ચમચીધાણાજીરૂ
  17. ૩-૪ ચમચી લીંબુનો રસ
  18. ૫-૬ ચમચી પાવભાજી મસાલો
  19. થોડી ઝીણી સમારેલી કોથમીર
  20. ૧ વાટકીતેલ
  21. મીઠું સ્વાદાનુસાર
  22. ૧ ડઝનપાવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ શાકભાજી ને ધોઈ ને કુકરમાં થોડું પાણી અને મીઠું ને હળદર નાખી બાફી લો.હવે તેનું પાણી કાઢી લો અને શાકભાજી ને ચમચા વડે થોડું છુંદી લો

  2. 2

    એક તપેલીમાં શાકભાજી લઈ તેમાં પાવભાજી મસાલો અને કસૂરી મેથી નાખી ને બરાબર મિક્સ કરો અને થોડીવાર હલાવતા રહો પછી ગેસ પરથી ઉતારી લો

  3. 3

    હવે એક કડાઈમાં 1/2વાટકી તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો પછી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી થોડીવાર હલાવતા રહો હવે એક બાઉલમાં કાઢી લો

  4. 4
  5. 5

    હવે એક કડાઈમાં 1/2વાટકી તેલ ગરમ કરો તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો.

  6. 6

    હવે તેમાં બધા જ શાકભાજી નાખી દો અને ટામેટાં પણ નાખી દો પછી તેમાં બધા જ મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો પાવભાજી મસાલો નાખી દો અને બરાબર મિક્સ કરો

  7. 7

    હવે તવી ગરમ કરી તેના પર થોડું બટર લગાવી દો અને પાવ ને વચ્ચેથી કાપી લો અને તવી પર થોડી ભાજી લગાવી તેનાં પર પાવ રાખી બંને બાજુએ શેકી લો. હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી ગરમાગરમ ભાજી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes