લીલી ચોળીના ભગતમુઠીયાનું શાક

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૩

લીલી ચોળીના ભગતમુઠીયાનું શાક

2 કમેન્ટ્સ કરેલ છે

સુપરશેફ ૧#વીક ૧#પોસ્ટ ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ભગતમુઠીયા માટે:
  2. ૨ વાટકીલીલી ચોળીના દાણા
  3. ૧/૨ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  4. ૧/૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. ૧/૨ નાની ચમચીહળદર
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. તળવા માટે તેલ
  8. શાક માટે:
  9. બટાકા
  10. ૧/૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  11. ૧/૨ ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  12. ૧/૨ નાની ચમચીગરમ મસાલો
  13. ૧/૨ નાની ચમચીહળદર
  14. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  15. લીલા ધાણા
  16. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ચોળીને છોલી તેના દાણા કાઢી લેવા.ત્યારબાદ મિક્સર જાળમાં દાણા લઈ મિક્સરને ચાલુ-બંધ કરી તેને અધકચરા દળી લેવાં.ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ,મરચાંની પેસ્ટ,હળદર અને મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.ત્યારબાદ તેના વડા બનાવી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈ ભગતમુઠીયા બનાવી લેવા.

  2. 2

    હવે શાક માટે સૌપ્રથમ બટાકાને છોલીને બટાકાને બહુ જાડા પણ નહીં અને બહુ પટલા પણ નહીં એ રીતે સમારી લેવા.ત્યારબાદ તેને બરાબર ધોઈ લેવા.હવે ગેસ પર ધીમી આંચ ઉપર એક પેન લઈ તેમાં તેલ મૂકી આદુ-લસણની પેસ્ટ,મરચાંની પેસ્ટ,ગરમ મસાલો,હળદર,મીઠું,ધાણાજીરું પાઉડર ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ભગતમુઠીયા ઉમેરી જરૂરીયાત મુજબ પાણી ઉમેરવું અને ત્યારબાદ બટાકા ચળી જાય ત્યાર સુધી શાક થવા દેવું.ત્યારબાદ શાકને સર્વ કરી લીલા ધાણાથી ગાર્નિશ કરી રોટલી,ભાખરી અથવા પરાઠા સાથે ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Er Tejal Patel
Er Tejal Patel @cook_241294
પર

Similar Recipes