બાજરાના(મુઠીયા)ઢોકળા.Bajra na muthiya dhokla recepie in Gujarati

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ૧૫૦ ગ્રામ બાજરા નો લોટ
  2. ૧૦૦ ગ્રામ ઘઉં અને ચણા નો લોટ (૫૦-૫૦ ગ્રામ)
  3. લીલી મેથી ના થોડાક પત્તા
  4. ૧/૨ ટીસ્પૂનમરચું પાઉડર
  5. ૧ ટીસ્પૂનધાણજીરું પાઉડર
  6. ૧/૨ ટીસ્પૂનહળદર પાઉડર
  7. ચપટીગરમ મસાલો
  8. નમક સ્વાદ અનુસાર
  9. ૧/૨ ટી સ્પૂનસાજી ના ફૂલ
  10. લીંબુ નો રસ
  11. ૨ ટીસ્પૂનખાંડ
  12. બાઉલ દૂધી અને બટેટુ ખમણેલું
  13. ૧ ટેબલ સ્પૂનતેલ
  14. ૧/૨ ટીસ્પૂનરાઈ
  15. ચપટીમેથી
  16. ૧ ટીસ્પૂનતલ
  17. ચપટીહિંગ
  18. વઘાર માટે તમાલપત્ર; સૂકું મરચું અને મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

10 થી 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ મિક્સ કરી તેમાં બધા મસાલા ઉમેરવા. ત્યારબાદ દૂધી બટેટા નું છીણ નાખવું.જરૂર મુજબ પાણી અને તેલ નું મોણ ઉમેરી લોટ બાંધવો.

  2. 2

    ત્યાર બાદ હાથે થી નાના નાના મુઠીયા વાળી ચારણી માં કાઢી લો. એક મોટા તપેલા માં પાણી ગરમ મૂકી તેમાં ઢોકળા બાફવા મૂકવા.

  3. 3

    ઢોકળા બરાબર બની જાય પછી નાના નાના ટુકડા કરવા. એક પેન માં તેલ ગરમ મૂકી રાઈ ; મેથી ; હિંગ ; તલ અને ગરમ મસાલો મૂકવા. તમાલપત્ર અને લીમડો મૂકી વઘાર કરવો. દહીં અથવા ટોમેટો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Kakkad
Khushi Kakkad @cook_19996157
પર
Rajkot

Similar Recipes