વાલ નું શાક(val nu saak recipe in Gujarati)

Nirali F Patel
Nirali F Patel @cook_21739230

અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે.

વાલ નું શાક(val nu saak recipe in Gujarati)

અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
  1. 1 કપરંગુન વાલ
  2. જરૂર મુજબ પાણી
  3. 2 ચમચીતેલ
  4. મીઠું જરૂર મુજબ
  5. 1/4 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1/4 ચમચીલીલું મરચું
  7. 1/4 ચમચીલાલ મરચું
  8. 1/4 ચમચીહળદર
  9. 1/4 ચમચીહિંગ
  10. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  11. 2આખા વઘારના મરચા
  12. 1/4 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    રંગુન વાલ ને ધોઈ ને આખી રાત પાણી માં પલાળી રાખો. સવારે મીઠું નાખી 7 સીટી વગાડી કુકર માં માં બાફી લેવા.

  2. 2

    1 કઢાઈ માં તેલ મૂકી ગરમ થાય ત્યાર બાદ અજમો અને વઘાર ના મરચા નાખી બધા મસાલા નાખી 2 ચમચી પાણી નાખી થવા દેવું.

  3. 3

    વઘાર થઈ જાય ત્યાર બાદ ગરમ બાફેલા વાલ ઉપર નાખી 5 મિનીટ વાલ ને ઢાંકી ને ધીમા ગેસ ઉપર મસાલો મિક્સ થાય ત્યાં સુધી થવા દો.

  4. 4

    તો તૈયાર છે રંગુન વાલ નું શાક. એને રોટલી,ભાખરી,દાળ ભાત જોડે ખાય શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali F Patel
Nirali F Patel @cook_21739230
પર
I have good cooking skill with new experiments.
વધુ વાંચો

Similar Recipes