પાઇનેપલ અપ સાઇડ ડાઉન કેક (pinapple up side down cake recipe in Gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1
શેર કરો

ઘટકો

૫૫ મિનીટ
  1. કેરમાલાઇઝ માટે :-
  2. ૨ ચમચીબટર
  3. ૧/૪ કપબ્રાઉન ખાંડ
  4. ટોપિંગ માટે: -
  5. ટીન પાઇનેપલ (૮ સ્લાઇસ)
  6. ૧૪ ચેરી ઠડીયા કાઢી વચ્ચે થી કાપી લેવી
  7. કેક બેટર માટે :-
  8. ૧/૨ કપતેલ
  9. ૧ કપદળેલી ખાંડ
  10. ૧ કપદૂધ
  11. ૧ ટી સ્પૂનવિનેગર
  12. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ અથવા પાઇનેપલ એસેન્સ
  13. ૨ કપમેંદો
  14. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  15. ૧:૪ ટી ચમચી બેકીંગ સોડા
  16. ૧/૪ ટી સ્પૂનમિઠું

રાંધવાની સૂચનાઓ

૫૫ મિનીટ
  1. 1

    એક પેનમાં બટર અને બ્રાઉન ખાંડ લો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ધીમા તાપે રાંધો.

    આ કેરમાલાઇઝ મિશ્રણને બટર પેપર લગાળેલ કેક ટીનમાં પાથરી દો ને તેના પર પાઇનેપલ ની સ્લાઇસ ગોઠવી દો. ચેરી ને પાઇનેપલ ની વચ્ચે ના કાણા મા મુક્તા જાવ. આ ટીન સાઇડ મા મુકી રાખો.

  2. 2

    હવે એક બાઉલ મા તેલ, દૂધ, વિનેગર, ખાંડ અને વેનીલા એસેન્સ લો.

  3. 3

    બરાબર ફેટી લો. ખાંડ ઓગળી જવી જોઈએ.

  4. 4

    હવે તેમાં મેંદો, બેકીંગ સોડા, બેકીંગ પાઉડર, અને મિઠું ચાળી ને ઉમેરો.

  5. 5

    કટ- ફોલ્ડ રીત થી બધુ મિક્સ કરી લો. ઓવર મિક્સ ના કરતા.

  6. 6

    હવે આ કેક ના મિસ્રન ને અગાઉ થી બનાવેલ ટીન મા સાચવીને પાથરી લો.

  7. 7

    ૧-૨ વાર ધીમે થી ટેપ કરો જેથી એર બબલ રહે નહી.

  8. 8

    તેને ૧૮૦C થી પ્રી હીટ કરેલ ઓવન મા ૪૦-૪૫ મિનિટ સુધી બેક થવા દો અથવા ટૂથપીક નાંખો ને તે સાફ આવે ત્યાં સુધી બેક કરો.

    કેક સંપૂર્ણ રીતે ઠંડી થાય પછી ટીન પર એક પ્લેટ મુકી તેને પલટાવી ઉપર થપથપાવી લો જેથી કેક સહેલાઈ થી ટીન ની બહાર નીકળી શકે.

  9. 9

    ખૂબજ સ્વાદિષ્ટ, પાઇનેપલ અને ચેરીથી સજાવેલ આ કેક મે મારી દિકરી ની વર્ષગાઠ માટે બનાવી હતી 😊

  10. 10

    નોંધ:- ફ્રેંચ પાઇનેપલ લઇ સકાય. તેને બરાબર કાપી ગરમ પાણી મા ૫ મિનીટ બોઇલ કરી પાણી નિતારી લેવુ ને ખાંડ ના પાણી મા ૨ મિનીટ ડુબાડી રાખવું.

  11. 11

    પછી પાછું પાણી નિતારી લેવુ.

  12. 12

    ખાંડ ના પાણી માટે (૩ ચમચી ખાંડ + ૪ ચમચી પાણી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes