વેજ તવા ફ્રાય મસાલા (Veg Tawa Fry Masala Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#માઇઇબુક_પોસ્ટ_27
#સુપરશેફ૧_પોસ્ટ_5
#શાક એન્ડ કરીસ
#week1
#goldenaproan3
#Serve with Butter Paratha, Masala Buttermilk, Salaad, Papad & Fry Chillies

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 5 નંગમિડિયમ કદ કારેલા
  2. 4 નંગમીડિયમ કદ રીંગન
  3. 9 નંગમીડિયમ કદ ભીંડા
  4. 5 નંગમીડિયમ કદ બટાકા
  5. 6 નંગ (100 ગ્રામ)અરબી
  6. તેલ જરૂરી મુજબ
  7. સબજી પર છંટકાવ ના મસાલા ના ઘટકો ---
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. 1 ચમચીમીઠું
  11. ટામેટા ની ગ્રેવી ના ઘટકો--
  12. 4 નંગટામેટા
  13. 1 ઇંચઆદુ ના ટુકડો
  14. 2 નંગલીલા મરચા
  15. ગ્રેવી મસાલા ના ઘટકો ---
  16. 3 ચમચીતેલ
  17. 1/2 ચપટીહિંગ
  18. 1 કપટામેટા ગ્રેવી
  19. 1/2હળદર પાઉડર
  20. 2& 1/2 ચમચી ધાણા જીરા પાઉડર
  21. 1 ચમચીવરિયાળી પાઉડર
  22. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  23. મીઠું સ્વાદ પ્રમાણે
  24. 1 ચમચીકસુરી મેથી ક્રશ કરેલી
  25. 1 ચમચીગરમ મસાલો
  26. 2-3 ચમચીલીલી કોથમિર
  27. ચાટ મસાલા જરૂરી મુજબ
  28. 2-3 ચમચીબટર
  29. પાણી જરૂરી મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને અરબી ને બોયિલ કરી લો.પછી કારેલા ને વચ્ચે છરી થી કટ કરી બી કાઢો મીઠું લગાવી તૈયાર કરી 15 થી 20 મિનિટ મુકી રાખો. ત્યાર બાદ બિજા બધા સબજી કટ કરી લો. હવે કારેલા ને ધોઇ ને તેનુ પાણી નિચોવી લો.

  2. 2

    હવે બધી સબજી એક પછી એક ગેસ ની ઉચ્ચ ફ્લેમ પર ડીપ ફ્રાય કરી લો.

  3. 3

    હવે આ ડીપ ફ્રાય કરેલ સબજી પર મસાલો છંટકાવ કરવા એક બાઉલ મા ચાટ મસાલા, કાશ્મીરી લાલ મરચું પાઉડર અને મીઠું એડ કરી બધુ મિક્સ કરી આ મસાલો સબજી પર છંટકાવ કરી મિક્સ કરી લો.

  4. 4

    હવે ટામેટા ની ગ્રેવી બનાવવા એક મિક્સર જાર મા ટામેટા, આદુ અને લીલા મરચાં પીસી ને પેસ્ટ તૈયાર કરો.

  5. 5

    પછી સબજી ની ગ્રેવી મસાલા માટે એક પેન મા 3 ચમચી તેલ ગરમ કરી આમા હિંગ, ટામેટા ની પેસ્ટ, હળદર પાઉડર,ધાણા જીરા પાઉડર,વરિયાળી પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર,મીઠું અને કસૂરી મેથી હાથ થી ક્રસ કરી એડ કરો ને બધુ બરાબર મિક્સ કરી લો.

  6. 6

    પછી આમા ગરમ મસાલો અને લીલી કોથમિર એડ કરી સોટે કરી લો. હવે આ સુકા મસાલો તૈયાર છે.

  7. 7

    હવે એક તવા પર બધી સબજી ગોઠવો ને વચ્ચે જગ્યા રાખી બટર એડ કરી બે ભીંડા, એક રીંગન ને બટાકા એડ કરી ઉપર થી બનાવેલ સુકા મસાલા ને 1 ચમચી પાણી એડ કરી ઉપર થી ચાટ મસાલો એડ કરી મિક્સ કરી લો ને સર્વ કરો. આજ રીત થી બધી સબજી તવા પર ફ્રાય કરી લો.

  8. 8

    હવે આ તવા ફ્રાય મસાલા સબજી પર લીલી કોથમિર થી ગાર્નિસ કરો. હવે આ સબજી તૈયાર છે સર્વ કરવા માટે. આ સબજી ને નાન, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો. મે આ સબજી ને પરાઠા,છાસ, સલાડ અને પાપડ સાથે સર્વ કરીયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes