રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 3નંગ કાચા કેળા
  2. 1ચમચી ચણાનો લોટ
  3. 1/2 ચમચી ચોખાનો લોટ
  4. 2મોટી ચમચી લીંબુનો રસ
  5. 2(3 ચમચી) તેલ
  6. 1ચમચી લાલ મરચું પાઉડર
  7. 1ચમચી ધાણાજીરું પાઉડર
  8. 1/2 ચમચી હળદર પાઉડર
  9. 1/2 ચમચી જીરા પાઉડર
  10. 1/4 ચમચી સૂંઠ પાઉડર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તળવા માટે તેલ
  13. ઉપરથી ભભરાવવા માટે ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેળાને મેરીનેટ કરવા માટે બધી સામગ્રી એક બાઉલમાં લઈને મિક્સ કરો.

  2. 2

    હવે કાચા કેળાને છોલી તેના મોટા મોટા પતીકા કરીને તૈયાર કરેલી પેસ્ટ તેના ઉપર ચોપડી દો.

  3. 3

    હવે તેને 30 મિનિટ માટે ઢાંકીને રહેવા દો પછી ગરમ તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળી લો તે ગરમાગરમ જ હોય ત્યારે તેના ઉપર ચાટ મસાલો ભભરાવી દો.

  4. 4

    તૈયાર છે ફટાફટ તૈયાર થઈ જતી એકદમ ચટાકેદાર એવી કેળા મસાલા ફ્રાય સર્વ સર્વ કરવા માટે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે અચાનક કોઈ ઘરે આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય અથવા તો બાળકોને ભૂખ લાગી હોય તો ફટાફટ આ વાનગી બનાવીને આપી શકાય છે. ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes