ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#NoOvenBaking
શેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji

ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)

#NoOvenBaking
શેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. ૧/૪ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  3. પીંચ બેકિંગ સોડા
  4. ૧ ટેબલ સ્પૂનઘી
  5. ૧ ટીસ્પૂનમેલ્ટેડ બટર
  6. મીઠું આવશ્યકતા અનુસાર
  7. ૧/૨ કપદહીં
  8. 2 ટેબલસ્પૂનઝીણા સમારેલા કેપ્સીકમ (લાલ અને લીલા)
  9. 2 ટેબલસ્પૂનબાફેલી મકાઈના દાણા
  10. ૧ કપછીણેલું પ્રોસેસ્ડ ચીઝ
  11. ૧ ટેબલસ્પૂનમેયોનીઝ
  12. ૨ ટેબલ સ્પૂનપીઝા સોસ
  13. /૨ ટીસ્પૂન ઓરેગાનો
  14. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં ઘી નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું નાખી ફરીથી બરાબર મિક્ષ કરી લેવું. હવે દહીંથી લોટ બાંધી લેવો. લોટ બહુ ઢીલો રાખવો. આ લોટને 15 મિનિટ માટે ભીના કપડાંમાં વીટી અને એક બાઉલમાં ઢાંકી રાખો

  2. 2

    15 મિનિટ પછી આ લોટમાંથી એક ગોળો વાળી લો. પીઝા ની સાઈઝ બનાવી હોય તે પ્રમાણે લોટ નો ગોળો લેવો. હવે તેને વણી લો. તેની ઉપર ફોરની મદદથી નજીક નજીક હોલ કરી દો. એક નાના ધાતુની કઢાઈ અથવા કુકરમાં મીઠું નાખો. ગેસ ઉપર મૂકી તેની ઉપર માપ નું સ્ટેન્ડ મૂકો. તેની ઉપર એક સ્ટીલની પ્લેટ મૂકો. તેને ફ્રી હિટ થવા દો.

  3. 3

    હવે આ વણેલ રોટલાને બંને બાજુ બટર લગાવી પ્રી હીટ થયેલ પ્લેટ ઉપર મૂકી ઢાંકી દો. ગેસ બિલકુલ ધીમો રાખો. દસ મિનિટ પછી રોટલો સરસ શેકાઈ જશે અને સુંદર ફ્લેવર આવશે.

  4. 4

    હવે આ રોટલા ઉપર ચારે બાજુ પીઝા સોસ સ્પ્રેડ કરો. હવે પિઝા સોસની ઉપર જ મેયોનીઝ સ્પ્રેડ કરો.તેની ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરો. હવે તેની ઉપર ઝીણા સમારેલા કેપ્સીકમ ચારે બાજુ સ્પ્રેડ કરો. ત્યારબાદ તેની ઉપર ચીઝ છીણીને નાખો. તેની ઉપર બાફેલી મકાઈના દાણા ચારે બાજુ સ્પ્રેડ કરો. હવે આ રોટલા ને ધીમે રહીને ઉઠાવી અને નોન-સ્ટીક પેનમાં ધીમા તાપે મૂકવું. ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકી રાખવું. ત્યારબાદ પીઝા ને પાન માંથી બહાર કાઢી પ્લેટમાં સર્વ કરતી વખતે તેના પીસ કરવા. તૈયાર છે ચીઝી કોર્ન પીઝા!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes