સ્પેશિયલ મિક્ષદાળ(mix dal recipe in Gujarati)

HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
સુરત

#સુપરશેફ4
જે છોકરા ઘરે તોફાન કરતા હોય અથવા ખાવામાં આ નઈ ચાલે પેલું નઈ ચાલે એવા સાઢુડાવેડા કરતા હોય એમને બોર્ડિંગમાં મોકલી દેવા જોઈએ એટલે બધા નાટક બંધ. પણ અહીંયા મારી વાત જુદી છે. ગામમાં શાળાનું ભણતર પૂરું થયા બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લેવા ધંધુકા જવાનું થયું અને મારા ગામથી દૂર એટલે અપડાઉન શક્ય નહોતું પરિણામે ના છૂટકે ત્યાં બોર્ડિંગમાં રહેવાનું થયું. હું ઘરે ઘણાબધા શાકભાજી ખાતો નહોતો એટલે બોર્ડિંગમાં ખાવું શુ એ મારી મુખ્ય સમસ્યા બની આખરે સમય વિતતો ગયો એમ ઘરની રસોઈ કરતા બોર્ડિંગની રસોઈમાં મજા આવવા લાગી અને બુધવારની રાતની રસોઈ એટલે અમારે મન 56 ભોગની રસોઈ. આજે પણ એક બાજુ તમે પિત્ઝા, બર્ગર કે અન્ય સ્વાદિષ્ટ વાનગી પીરસો અને બીજી બાજુ મારી બોર્ડિંગમાં બનેલ દાળ-ભાખરી પીરસો તો હું દાળ ભાખરી ખાવાનું પહેલા પસંદ કરીશ. તો આમ આ સ્પેશિયલ મિક્ષ દાળ સાથેનો મારો અતૂટ સંબંધ છે. તમે પણ બનાવશો તમને પણ અદ્દભુત વસ્તુ ચાખવા મળશે.

સ્પેશિયલ મિક્ષદાળ(mix dal recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ4
જે છોકરા ઘરે તોફાન કરતા હોય અથવા ખાવામાં આ નઈ ચાલે પેલું નઈ ચાલે એવા સાઢુડાવેડા કરતા હોય એમને બોર્ડિંગમાં મોકલી દેવા જોઈએ એટલે બધા નાટક બંધ. પણ અહીંયા મારી વાત જુદી છે. ગામમાં શાળાનું ભણતર પૂરું થયા બાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લેવા ધંધુકા જવાનું થયું અને મારા ગામથી દૂર એટલે અપડાઉન શક્ય નહોતું પરિણામે ના છૂટકે ત્યાં બોર્ડિંગમાં રહેવાનું થયું. હું ઘરે ઘણાબધા શાકભાજી ખાતો નહોતો એટલે બોર્ડિંગમાં ખાવું શુ એ મારી મુખ્ય સમસ્યા બની આખરે સમય વિતતો ગયો એમ ઘરની રસોઈ કરતા બોર્ડિંગની રસોઈમાં મજા આવવા લાગી અને બુધવારની રાતની રસોઈ એટલે અમારે મન 56 ભોગની રસોઈ. આજે પણ એક બાજુ તમે પિત્ઝા, બર્ગર કે અન્ય સ્વાદિષ્ટ વાનગી પીરસો અને બીજી બાજુ મારી બોર્ડિંગમાં બનેલ દાળ-ભાખરી પીરસો તો હું દાળ ભાખરી ખાવાનું પહેલા પસંદ કરીશ. તો આમ આ સ્પેશિયલ મિક્ષ દાળ સાથેનો મારો અતૂટ સંબંધ છે. તમે પણ બનાવશો તમને પણ અદ્દભુત વસ્તુ ચાખવા મળશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2ચણાની દાળ
  2. 1/2તુવેરદાળ
  3. 1/2મગદાળ
  4. 1/2અડદની દાળ
  5. 1/2મસૂર દાળ
  6. 1 નંગટામેટું
  7. 2પાવળા તેલ
  8. 3 ટેબલ સ્પૂનરાઈ
  9. 2 ટેબલ સ્પૂનજીરું
  10. 2 નંગબાદીયા
  11. 2 નંગવઘાર માટે લાલ મરચાં
  12. 2 નંગતમાલપત્ર
  13. 2 નંગલીલા મરચા
  14. 20 ગ્રામઆદુ
  15. 2 ટેબલ સ્પૂનલાલમિર્ચ પાઉડર
  16. 2 ટેબલ સ્પૂનધાણા જીરું
  17. 1 ટેબલ સ્પૂનહળદર
  18. 50 ગ્રામગોળ
  19. 2લીંબુ
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કૂકરમાં 2 ગ્લાસ પાણી લઈ એમાં ચણા, તુવેર, મગ, અડદ અને મસૂરની દાળ એક સરખા પ્રમાણમાં લેવી. અને એક ટામેટાના નાની સાઈઝમાં ટુકડા કરી બાફી લેવું.

  2. 2

    એક તપેલીમાં તેલ ગરમ કરી રાઈ, જીરાનો વઘાર કરો, ત્યારબાદ આદુ મરચીની પેસ્ટ એડ કરો, ત્યારબાદ એમાં બાદીયા, તમાલપત્ર અને વાઘરમાટેના લાલ મરચાં એડ કરી સાંતળી લો,

  3. 3

    ત્યારબાદ બાફેલી દાળને અડકચરી ક્રશ કરી આમાં એડ કરો

  4. 4

    ત્યારબાદ એમાં લાલ મરચું, ધાણાજીરું, હળદર, ગોળ અને મીઠું એડ કરી ઉફળો આવે ત્યાં સુધી રહેવા દ્યો, ઉફળો આવે પછી નીચે ઉતારી લીંબુનો રસ ઉમેરી દ્યો. એટલે દાળ તૈયાર. આ દાળ ભાખરી કે બાટા સાથે ચોળીને 3 4 ચમચી ઘી એડ કરી ખાવાની મઝા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
પર
સુરત
મારુ રસોડું મારી પ્રયોગશાળા
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes