મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#સાતમ
#વેસ્ટ
શીતળા સાતમ એટલે કે ટાઢી શેરી. આ દિવસે માત્ર ઠંડુ જ ખાવાનો રિવાજ હોય છે. જેથી તેનો આગલો દિવસ એટલે કે રાંધણ છઠ ના દિવસે બીજા દિવસ માટે નું જમવાનું બનાવીને રાખવાનું હોય છે. આ દિવસે એવું જમવાનું બનાવવામાં આવે છે જે બીજા દિવસે પણ બગડે નહિ. જેથી આ દિવસે ઘણા લોકોના ઘરમાં બાજરી, મકાઈ તથા જુવાર વગેરે નાં વડા બનતા હોય છે મારા ઘરમાં તો મકાઈના વડા જ બનતા હોય છે જે મારા ઘરમાં બધાના ફેવરિટ છે હું તેની રેસિપી શેર કરી રહી છું તમે પણ બનાવો બહુ જ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપમકાઈ નો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપખાંડ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૨-૩ ચમચીગળ્યા અથાણાં નો મસાલો
  8. ૧ ચમચીઅજમો
  9. ૧ ચમચીતલ
  10. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  11. જરૂર મુજબ પાણી
  12. ૧/૨ વાડકીછાંસ
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં મકાઈનો લોટ દહીં ખાંડ તથા મીઠું ઉમેરી બધું મિક્સ કરી એકદમ કઠણ લોટ બાંધવો અને આખી રાત માટે અને સાઈડ પર ગરમ જગ્યાએ મૂકી દેવો.

  2. 2

    સવારે તેનામાં અજમો તલ હળદર મરચું વગેરે નાખી બધું મિક્સ થઈ જાય એ રીતે બરાબર મસળવું. હવે તેમાં સોડા ઉમેરી તેના ઉપર એક ચમચી જેટલું ગરમ તેલ રેડવું. હવે લોટને બરાબર મસળવો જેથી સોડા બરાબર મિક્સ થઈ જાય. થોડુ પાણી ઉમેરીને લોટ ને થોડો ઢીલો કરો.

  3. 3

    હવે લોટમાંથી નાના-નાના ગોળા બનાવી તેને છાશ વડે જરા પણ ક્રેક નાં રહે એ રીતે લિપિ દેવું. હવે તેલમાં ધીમા તાપે વડા થોડાક લાલ થાય ત્યાં સુધી તળવા. તૈયાર છે એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા મકાઈના વડા. આ વડાને લાંબા સમય સુધી સાચવી શકાય છે એટલે જો ક્યાંક બહારગામ જવાનું હોય તો પણ સાથે લઈ જઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર

Similar Recipes