ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#સાતમ
#વેસ્ટ
ચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોઘઉં નો કરકરો લોટ
  2. 350 ગ્રામઘી
  3. 750 ગ્રામગોળ
  4. 1 વાટકીદ્રાક્ષ, કાજુ, બદામ
  5. 2 ચમચીખસખસ
  6. 1/2જાયફળ
  7. 8ઇલાયચી નો ભુક્કો
  8. મુઠીયા તળવા માટે તેલ અથવા ઘી
  9. 1/2 વાટકીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો કરકરો લોટ લઈ ને તેમા તેલ નું મોણ નાખી ને સાધારણ ગરમ પાણી ઉમેરીને લોટ કઠણ બાંધી લો..

  2. 2

    હાથ થી દાબી ને મુઠીયા બનાવી લો.. હવે એક કડાઈમાં તેલ અથવા ઘી નાંખીને તેમાં ધીરે તાપે તળી લો... એટલે અંદર થી કાચા ન રહી જાય..

  3. 3

    હવે ટુકડા કરી લો અને ઠંડુ થવા દો અને પછી તેને એક મિક્સર જાર માં ક્રશ કરી લો.. ચોખા ચાળવા ની ચારણી થી ચાળી લો..

  4. 4

    ગોળ ને સમારી લો અને એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ને ઓગળે એટલે તૈયાર મિશ્રણ માં નાખી બધુ જ મિક્સ કરી લો હવે સુકોમેવો, અને ઈલાયચી નો ભુક્કો અને જાયફળ પાઉડર નાખી ને મિક્સ કરી લો..અને લાડું બનાવી લો..

  5. 5

    ઉપર ખસખસ લગાવી ને સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes