ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#noovenbaking
કેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.
મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે.

ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)

#noovenbaking
કેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.
મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 3/4 કપઘઉં નો લોટ
  2. 1/2 કપખાંડ (દળેલી)
  3. 2ચમચા કોકો પાઉડર
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. ચપટીમીઠું
  6. 3ચમચા તેલ
  7. 2 ચમચીવિનેગર
  8. 1 ચમચીવેનીલા એસેસન્સ
  9. 1 ચમચીકોફી પાઉડર
  10. 1/2 કપપાણી
  11. ચોકલેટ ગનાસ માટે:
  12. 100 ગ્રામડાર્ક ચોકલેટ
  13. 50 ગ્રામક્રિમ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, કોકો પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને ખાંડ નાખી ચાળી લો.

  2. 2

    તેલ, વેનીલા એસેન્સ, વિનેગર,કોફી અને પાણી નાખી સરખું મિક્સ કરી લો.

  3. 3

    કડાઈ માં મીઠું અને સ્ટેન્ડ ગોઠવી ગરમ થવા રાખી દો. મોલ્ડ ને ચીકણા કરી બટર પેપર લગાવો અથવા મેંદા થી ડસ્ટ કરી ને તૈયાર રાખો.

  4. 4

    કડાઈ ગરમ થવા આવે એટલે લોટ વાળા મિશ્રણ માં પાણી વાળું મિશ્રણ નાખી હલકા હાથે ભેળવી લો.

  5. 5

    અને તરત મોલ્ડ માં નાખી, મોલ્ડ ને કડાઈ માં ગોઠવો.

  6. 6

    ઢાંકી ને 10 મિનિટ તેજ આંચ પર કૂક થવા દો, પછી આંચ હલકી કરી, 15-20 મિનિટ કૂક થવા દો.

  7. 7

    25 મિનિટ પછી ટૂથપિક થી ચેક કરી લેવું. થઈ ગયી હોઈ તો આંચ બન્ધ કરવી.

  8. 8

    મોલ્ડ ને બહાર કાઢી 5 મિનિટ ઠંડુ થવા દો. પછી મોલ્ડ માંથી કાઢી લો.

  9. 9

    વાયર રેક પર ગોઠવો અને દૂધ થી બ્રશ કરી લો અને મલમલ ના કપડાં થી ઢાંકી ને ઠંડી થવા દો.

  10. 10

    ઠંડી થાય ત્યાં સુધી ક્રીમ ગરમ કરી તેમાં ચોકલેટ ને ટુકડા કરી નાખી, મિક્સ કરી ગનાસ તૈયાર કરી લેવું.

  11. 11

    ગનાસ થી કેક ને કવર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes