શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨ કપકાળાં અડદ (સરસ ધોઈ ને ૬-૭ કલાલ પલારી લો)
  2. ૧/૨ કપરાજમાં (સરસ ધોઈ ને ૬-૭ કલાક પલારી લો)
  3. મોટો તજ નો ટુકડો
  4. તમાલ પત્ર
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. ટામેટાં ની પ્યુરી (મેં તૈયાર પ્યુરી યુઝ કરી છે)
  7. ૧ ચમચીસુંઠ પાઉડર
  8. ૧ ચમચીકસુરીમેથી
  9. ૨ ચમચીક્રીમ (ઓપ્સન્લ)
  10. ૧ ચમચીબટર
  11. ૨ ચમચીસમારેલી કોથમીર
  12. પહેલો વઘાર
  13. ૨ ચમચીતેલ
  14. મીડીયમ કાંદો એકદમ ઝીણો સમારેલો
  15. મીડીયમ ટામેટો એકદમ ઝીણો સમારેલો
  16. ૧/૨ ચમચીજીરું
  17. ૧/૬ ચમચી હીંગ
  18. લીલાં મરચાં પીસેલાં
  19. નાનો ટુકડો આદુ ખમણી લો
  20. કળી લસણ (લસણ આગળ પડતું સારું લાગે છે, ઓછું ખાવું હોય તો ઓછું લો)
  21. ૧ ચમચીલાલ તીખું મરચું (તીખું કરવું હોય તો થોડું વધારે લો)
  22. બીજો વઘાર (ઓપ્સન્લ)
  23. ૧ ચમચીઘી કે બટર
  24. ૧/૪ ચમચીજીરું
  25. ૧ ચપટીહીંગ પાઉડર
  26. ૧/૨ ચમચીલાલ મરચું (કુંમઠી મરચું)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં પલારેલી કાળી અડદને પાણી, તજનો ટુકડો, તમાલપત્ર અને થોડું મીઠું નાંખી કુકરમાં બાફવા મુકો. પલાળેલી અડદ ને કુકરમાં ૪-૫ સીટી મારી ને સરસ બાફો. પલારેલાં રાજમા ને પણ સેમ જ રીતે પાણી અને મીઠું નાંખી સરસ રીતે બાફી લો. મેં રેસિપી કરતાં ૩ ગણી વધારે દાળ બનાવી છે, એટલે એ રીતે બધું લીધું છે.

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે બાફેલાં કાળા અડદ અને રાજમાં ને મીક્ષ કરી લો. તેમાં ટોમેટો ની પ્યુરી ઉમેરો. મેં તૈયાર પ્યુરી લીધી છે, તમારે એ નાં યુઝ કરવી હોય તો ટામેટાં ને મીક્સર માં પીસી પ્યુરી કરી એ વાપરો. હવે, તેમાં સુંઠ પાઉડર ઉમેરો. આ ઉમેરવો ખુબ જ જરુરી છે. તેમાં થી દાલ મખની નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. આ દાળ જેટલી વધારે ઉકળસે એટલો સરસ ટેસ્ટ આવે છે. હવે જરુર લાગે તો થોડું પાણી ઉમેરી એકદમ ધીમાં ગેસ પર ઉકળવા દો.

  3. 3

    હવે, એક ટાવડીમાં તેલ લો, ગરમ થાય એટલે જીરું અને હીંગ ઉમેરો. જીરું તતડે એટલે ઝીણાં સમારેલાં કાંદા ઉમેરી સરસ સાંતળો. સરસ ગુલાબી સાંતળવાં ના છે. હવે એમાં ઝીણાં સમારેલાં ટામેટા, આદુ, લસણ અને લીલાં મરચાં ઉમેરો. મેં એ બધા ને ચોપર માં જોડે એકદમ ઝીણાં ચોપ કરી લીધાં છે. બધું ઉમેરી સરસ સંતળાઈ જાય પછી એમાં લાલ મરચું અને જરુરી મીઠું ઉમેરી સરસ મીક્ષ કરો.

  4. 4

    જરા વારમાં તેલ છુટ્ટું પડસે, હવે આ વઘાર ને ઉકળતી દાળમાં ઉમેરી સરસ મીક્ષ કરો.

  5. 5

    હવે, તેમાં જરા બટર અને કી્ંમ ઉમેરો. દાળ મખની માં બટર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે. મેં બટર જ નાંખ્યું છે, હું કી્મ નથી નાંખતી, પણ તમે ઉમેરી સકો છો. મીક્ષ કરી ઉકવા દો. જરા વાર પછી એમાં કસુરીમેથી ઉમેરો. સરસ મીક્ષ કરી ઉકળવા દો. જરુર લાગે તો મીઠું એડજેસ્ટ કરો. હવે, દાળ માંથી તમાલપત્ર કાઢી લો.

  6. 6

    ટેસ્ટી દાળ મખની તૈયાર છે. સમારેલી કોથમીર ઉમેરો. ગરમ ગરમ ઘઉં કે મેંદા ની નાન અને જીરા રાઈસ જોડે પીરસો. આ દાળ મખની કોઈ પણ સ્ટફ પરોઠાં જોડે પણ બહુ જ સરસ લાગે છે. અમારી ઘરે આ બધાં ની ખુબ જ ફેવરેટ છે. બહુ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. ઘણાં બધાં તેમાં બીજો વઘાર પણ કરતાં હોય છે. તમેં ઇચ્છો તો વઘારીયામાં માં જરા ઘી કે બટર લઈ તેમાં જરાં જીરું ઉમેરી તતડે એટલે હીંગ ઉમેરી જરા લાલ મરચું ઉમેરો, મીક્ષ કરી દાળ ઉપર ઉમેરો. ગરમ ગરમ એન્જોય કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes