જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ થી ૫
  1. ઢોસાના બેટર માટે
  2. 2વાટકી ચોખા
  3. અડધી વાટકી અડદની દાળ
  4. 1ટીસ્પૂન મેથી
  5. ઢોસા ના મસાલા માટે
  6. ચોપ કોબી
  7. ચોપ ડુંગળી
  8. ચોપ કેપ્સીકમ,
  9. સેજવાન ચટણી
  10. પાવભાજી મસાલો
  11. ચટણી માટે એક નારીયલ
  12. દાળિયા ની દાળ
  13. લીમડો
  14. લીલું મરચું
  15. રાઈ અને સૂકુ લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોસા નુ બેટર બનાવવા માટે 2 વાટકી ચોખા 1/2વાટકી અડદની દાળ 1 ટીસ્પૂન મેથી 2 ટેબલ ચમચી ચણાની દાળ આ બધી વસ્તુ વોશ કરીને ને બે કલાક પલાળવી આ બધું બે કલાક પછી પીસવા નું પીસતી વખતે વન ફોર્થ કપ પૌવા એડ કરવાના

  2. 2

    ઢોસા બનાવવા માટે એક નોન સ્ટિક પેન ગરમ કરવાની પછી તેમાં બટર લગાડવાનું ત્યારબાદ. ઢોસા નું બેટર પેનમાં સ્પ્રેડ કરવું ગેસની ફ્લેમ મીડીયમ રાખવી

  3. 3

    ત્યારબાદ બટર લગાડી સેજવાન ચટણી ચોપ કોબી કેપ્સીકમ ડુંગળી પાવભાજી નો મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખવું ત્યારબાદ બધી વસ્તુ સ્પ્રેડ કરવી ત્યારબાદ તેની પર ચીઝ સ્પ્રેડ કરવું

  4. 4

    ત્યારબાદ થોડીવાર ઢોસા ને કવર કરી ચીઝ મેલ્ટ થવા દેવાનું ત્યારબાદ ડોસાને રોલ કરી નાખવાનો ત્યારબાદ ડોસા ને એક પ્લેટમાં લઈ તેના પીસ કરવાના

  5. 5

    હવે ચટણી બનાવવા માટે ટોપરું દાળિયા ની દાળ મરચા લીમડો સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી પીસી લેવું તેમાં થોડી છાશ ઉમેરવાની ત્યારબાદ વઘાર માટે એક પેનમાં તેલ લેવાનું તેમાં રાઈ સૂકું લાલ મરચું લીમડો નાખી તૈયાર કરેલી ચટણી તેમાં નાખવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes