ચીઝી ચીલી પનીર નુડલ્સ ઢોસા (નૂડલ્સ અને ઢોસા)

Dips
Dips @cook_35557726

ચીઝી ચીલી પનીર નુડલ્સ ઢોસા (નૂડલ્સ અને ઢોસા)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 1 કિલોઢોસા નુ ખીરુ(૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ)
  2. 2 નંગ કેપ્સિકમ ઝીણા સમારેલા
  3. 100 ગ્રામ પનીર
  4. 1-1/2 કપ દૂધ
  5. 1 ચમચીઆરાલોટ
  6. 1 પેકેટ નુડલ્સ
  7. 2 ચમચીલાલ મરચાંની પેસ્ટ
  8. 1+1/2 ચમચી સોયા સોસ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. મીઠું
  11. 1 ચમચી તેલ
  12. બટર અથવા તેલ ઢોસા ઉતારવા
  13. સર્વ કરવા માટે કોકોનટ દાળિયા ચટણી વીથ ટોમેટો ટવીસ્ટ
  14. 1 વાટકીખમણેલું કોપરું
  15. 1/2 વાટકી દાળિયા
  16. 2ટામેટાં ઝીણા સુધારેલા
  17. 2 ચમચીલાલ મરચાંની પેસ્ટ
  18. 1/4 ચમચી આદુની પેસ્ટ
  19. 7પાંદડા લીમડો
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળને આખી રાત પલાળી રાખો સવારે પાણી નિતારી તેને મિક્સરમાં ક્રશ કરી લો જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને એક તપેલીમાં કાઢી લો હવે આ ખીરામાં થોડું દહીં અને મીઠું ઉમેરી ૭ ૮ કલાક આથો આવવા રાખી મૂકો આપણું ઢોસાનું ખીરું તૈયાર છે

  2. 2

    એક લોયામાં પાણી લઈ તેમાં નુડલ્સ નાખી થોડું મીઠું નાખી બાફી લો લગભગ 10 થી 15 મિનિટમાં નુડલ્સ બફાઈ જશે એટલે તેને એક ચારણીમાં નીતારી લો

  3. 3

    હવે લોયામાં એક ચમચી તેલ મૂકી તેમાં ૨ઝીણા સમારેલા કેપ્સિકમ સાંતળો સંતળાઈ જાય એટલે તેમાં દોઢ કપદૂધ ઉમેરી હલાવો હવે એક ચમચી આરા લોટને પાણીમાં ઓગાળી લોયામાં ઉમેરો હવે ગેસ ધીમો કરી તેમાં સો ગ્રામપનીર નેખમણી ને ઉમેરો દૂધ અને આરાલોટ ઉમેરવાથી ચીઝી ટેસ્ટ આવશે

  4. 4

    હવે તેમાં ૨ ચમચીલાલ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણેમીઠું દોઢ ચમચીસોયા સોસ અને એક ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી હલાવો હવે દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી નૂડલ્સને હલાવતા રહો તૈયાર છે સ્પાઇસી ચીઝીચીલી પનીર નુડલ્

  5. 5

    હવે એક મિક્સર જારમાં એક વાટકી ખમણેલું કોપરું 1/2 વાટકી દાળિયા બે ઝીણા સમારેલા ટામેટાં 2 ચમચી લાલ મરચાંની પેસ્ટ 1/4 ચમચી આદુની પેસ્ટ અને પાંચ 7 પાન લીમડાના અને કોથમીર ના ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી પીસી લો આપણી ટોપરાની દાળિયાની ચટણી વીથટમેટો twistતૈયાર છે

  6. 6

    હવે ઢોસા ની લોઢી ગેસ ઉપર ધીમા તાપે મૂકો લોઢી ગરમ થાય એટલે તેના ઉપર એક ચમચો ઢોસાનું ખીરું લઇ પાથરો તેના ઉપર બટર લગાવી અથવા તેલ લગાવી ઢોસો ચડવા દો થોડો થવા આવે એટલે તેના ઉપર નૂડલ્સ નો મસાલો લગાવો અને ઢોસો ક્રિસ્પી થવા દો હવે ઢોસો થઈ જાય એટલે બંને બાજુથી ફોલ્ડ કરી તેને ઉતારી લો

  7. 7

    હવે આ ઢોસા નેએક પ્લેટમાં સર્વ કરો સર્વ કરતી વખતે તેના બે પીસ કરો અને સાથે કોકોનટ અને દાળિયાની ચટણી વિથ ટોમેટો twist સર્વ કરો સાથે એક બાઉલમાં spicy ચીઝી ચીલી પનીર નુડલ્સ સવૅકરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dips
Dips @cook_35557726
પર

ટિપ્પણીઓ

Similar Recipes