રીંગણ બટાકાંનું વરા વાળુ શાક (Brinjal potato sabji Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વેસ્ટ
#વિસરાતી વાનગી
#ગુજરાત
#india2020
#cookpadindia
આ શાક લગ્ન પ્રસંગ માં અચૂક થી હોય જ છે. રસોઈયા નું વરા વાળુ શાક એટલે ખાવાની મજા જ પડી જાય.લગ્ન પ્રસંગ માં પેહલા પગંત માં જમણવારી થતી હતી અને હવે બુફે ડિનર ની ફેશન આવી ગય છે સાથે સાથે જમણ ના મેનુ પણ બદલાવ આવી ગયા પેહલા ની બધી વાનગી હવે અમુક જગ્યા એજ હોય છે બાકી એની જગ્યા હવે ચાઈનીઝ, ફાસ્ટ ફૂડ એ લઈ લીધી છે. તોહ મે આજે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક બનાવ્યું.ખરેખર પેહલા ની લગ્ન ની જમણવારી ની યાદ આવી ગઈ. તમે પણ ટ્રાઈ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત
  1. 4 નંગરીંગણ
  2. 2 નંગબટાકા
  3. 1 નંગટામેટું
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીજીરૂ
  6. 1 ચમચીરાઈ
  7. ચપટીહિંગ
  8. 1 નંગતજપત્તા
  9. 1 નંગતજ નો ટુકડો
  10. 3 નંગલવિંગ
  11. 2 નંગબાદિયા
  12. 2 નંગસૂકાં લાલ મરચાં
  13. 1 કપસીંગદાણા નો ભુક્કો
  14. 1 ચમચીઆદું લસણ મરચા ની પેસ્ટ
  15. 1 ડાળખીમીઠો લીમડો
  16. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  17. 1/2 ચમચીલાલ મરચું
  18. 1/2 ચમચીહળદર
  19. 1 ચમચીધાણા પાઉડર
  20. 1 ચમચીઆંબલી નો રસ
  21. 2 ચમચીગોળ
  22. સ્વાદાનુસારમીઠું
  23. થોડાં લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ધોઈને છાલ સાથે મોટા પીસ માં કાપી લો.

  2. 2

    કુકર માં થોડું પાણી લઈ બટાકાં ને 1 સિટી આવે ત્યાં સુધી બાફી લો. રીંગણ અને ટમેટાં પણ મોટા મોટા કટ કરી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ લઇ તેમાં રીંગણ ઉમેરી 2 થી 4 મિનિટ સુધી સાતળી લો.

  4. 4

    હવે રીંગણ ને પ્લેટ માં કાઢી લો અને એજ પેન માં રાઈ,જીરું ઉમેરો તતડે એટલે હિંગ ઉમેરી લો.

  5. 5

    હવે આમાં બીજા આખા મસાલા ઉમેરી લો. થોડાં સેકાય પછી તેમાં મીઠો લીમડો અને ટામેટાં ઉમેરી લો. સાથે મીઠું અને હળદર ઉમેરો થોડી વાર શેકાવા દો.

  6. 6

    હવે આમાં આદુ લસણ અને મરચાં ની પેસ્ટ ઉમેરી લો મિક્સ કરો.

  7. 7

    સાથે સીંગદાણા નો ભુક્કો પણ એડ કરી લો. હવે આંબલી નું પાણી અને બાફેલા બટાકા પાણી સાથે ઉમેરી લો. (બટાકા બાફતી વખતે જ પાણી એડ કર્યું હતું એ પાણી)

  8. 8

    હવે આમાં કાશ્મીરી મરચું ઉમેરી મિક્સ કરી શેકેલા રીંગણ પણ ઉમેરી લો.

  9. 9

    ઢાંકીને 5 મિનિટ થવા દો. હવે એમાં ગોળ અને લીલા ધાણા ઉમેરી ફરી 2 મિનિટ થવા દો.

  10. 10

    તૈયાર છે રીંગણ બટાકાં નું વરા વાળુ શાક.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Similar Recipes