દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#વેસ્ટ
મે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી

દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)

#વેસ્ટ
મે રાજસ્થાન ની ઓથેન્ટીક ડીશ દાલ બાટી ચુરમા બનાવી જે મારા ઘર મા બઘા ને ખુબજ ભાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાલ
  2. 1 કપમીક્સ દાલ
  3. 4/5 કળી લસણ
  4. 1 ચમચીઆદુ, લસણ ની પેસ્ટ
  5. 1 કપડુંગળી
  6. 1 કપટમેટુ
  7. 1 નંગમરચુ
  8. 8 થી 10 પાનમીઠો લીમડો
  9. 1 ચમચીઘી
  10. 2 નંગસુકા લાલ મરચા
  11. 1 ચમચીજીરુ
  12. 1/4 ચમચીહીંગ
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીમીઠું
  15. 1 ચમચીલાલ મરચુ
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. બાટી
  18. 1 કપઘંઉ નો કરકરો લોટ
  19. 1 ચમચીરવો
  20. 3 ચમચીઘી
  21. 1 ચમચીમીઠું
  22. 1/4 ચમચીઅજમા
  23. 1/4 ચમચીધાણા
  24. ચુરમા
  25. 2 નંગબાટી
  26. 2 ચમચીપાઉડર ખાંડ
  27. 2 ચમચીઘી
  28. 5 થી 6 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાલ બનાવવા બધી દાલ લઇ બરાબર ધોઇ તેમા મીઠું અને 4-5 લસણ ની કળી નાખી કુકર મા 4-5 સીટી વગાડી બાફવા મુકો

  2. 2

    આદુ,મરચા ને અધકચરુ ખાંડી લો ડુંગળી,ટામેટાં અને મરચા બારીક કાપી લો હવે ઘી ગરમ મુકી જીરુ,હીંગ,લીમડો,સુકુ લાલ મરચા નો વઘાર કરો પછી તેમા લીલા મરચા આદુ,લસણ ની પેસ્ટ નાખો હવે ડુંગળી નાખી સાંતળો

  3. 3

    પછી તેમા ટામેટાં નાખી બઘા મસાલા નાખી હલાવો બરાબર હવે તેમા બાફેલી દાલ નાખી ૧ ગ્લાસ પાણી નાખી ઉકળવા દો

  4. 4

    સવઁ કરતી વખતે એક ચમચી ગરમ તેલ મા હીંગ સુકુ લાલ મરચુ નાખી ગેસ બંધ કરી લાલ મરચુ નાખી દાલ પર નાખી દો ઉપર કોથમીર નાખી સવઁ કરો

  5. 5

    બાટી બનાવવા માટે ઘંઉ ના કરકરા લોટ મા રવો નાખી નમક નાખો અજમા અને ધાણા ને અધકચરા વાટી તેમા નાખો ઘી નુ મુઠી પડતુ મોણ નાખો પછી તેમા ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લો અને ૧૦ મીનીટ ઢાંકી રાખી દો

  6. 6

    હવે ઓવન ને કનવેક્શન મોડ પર ૧૮૦ ડીગી્ પર પી્ હીટ કરો હવે લોટ ના ગોળા વાળી વચ્ચે પે્સ કરો અને ઓવન ટે્ મા ઘી લગાવી ગોઠવી દો અને ૧૨ મીનીટ બેક કરો પછી તેને પલટાવી ઘી લગાવી ફરી ૧૨ મીનીટ બેક કરો ઓવન ના હોય તો અપ્પમ પેન મા આ રીતે ઉપર ઢાંકી ધીમા ગેસ પર શેકી બન્ને બાજુ શેકી લેવી

  7. 7

    ચુરમા બનાવવા માટે તૈયાર કરેલી બાટી મા બદામ નાખી ક્રશ કરી લો પછી તેમા પાઉડર ખાંડ અને ઘી નાખી બરાબર મીક્સ કરી લો અને સવઁ કરો

  8. 8

    લસણ ની ચટણી બનાવવા માટે લસણ મા નમક,લાલ મરચુ નાખી ક્રશ કરી તેમા થોડુ પાણી નાખી મીક્સ કરી લો હવે એક ચમચી તેલ ગરમ કરી તેમા હીંગ નાખી લસણ ની ચટણી નાખી વઘારી લો

  9. 9

    તૈયાર છે દાલ બાટી ચુરમા ઘી સલાડ અને લસણ ની ચટણી સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

ટિપ્પણીઓ (14)

Sangita kumbhani
Sangita kumbhani @cooksangita9275
પણ તમારી રેસિપી જોઈને દાલબાટી ચુરમા બનાવ્યા, ખુબ જ સરસ બન્યા

Similar Recipes