બેસન ખમણ(Besan Khaman Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GC
#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલ
પ્રસાદ થાળ
પોસ્ટ -2

બેસન ખમણ(Besan Khaman Recipe In Gujarati)

#GC
#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલ
પ્રસાદ થાળ
પોસ્ટ -2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 બાઉલ ચણાનો લોટ(250 ગ્રામ)
  2. 4 ચમચી સોજી
  3. 1 ચમચી લીંબુના ફૂલ
  4. 1 ચમચી સોડા બાય કાર્બ
  5. 1/4 કપ તેલ મોણમાટે
  6. 4 ચમચી ખાંડ
  7. 1 ચમચી હિંગ
  8. મીઠું જરૂર મુજબ
  9. ચપટી મરી પાઉડર સ્પ્રીંકલ કરવા
  10. વઘાર માટે:-
  11. 1/2 કપ તેલ
  12. 2 ચમચી રાઈ
  13. 2 ચમચી તલ
  14. 1 ચમચી હિંગ
  15. 1/2 ચમચી લાલ મરચું પાઉડર સ્પ્રીંકલ કરવા
  16. 3લીલા મરચા ના ટુકડા
  17. 3 ટે. ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક મિકસીંગ બાઉલમાં બેસન ચાળી ને લો..તેમાં 4 ચમચી સોજી ઉમેરો....મીઠું ને હિંગ ઉમેરો.......હવે બીજા એક બાઉલમાં ખાંડ અને લીંબુના ફુલ લઈ 1/2 કપ હુંફાળું પાણી ઉમેરી ને ઓગાળી લો...ઓગળી જાય એટલે થોડું પાણી ઉમેરી બેસન ધીમે ધીમે ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરતા જાવ...ગાંઠા ના પડે તે રીતે હાથ થી મીક્સ કરો...10 મિનિટ રેસ્ટ આપો...ગેસ પર એક સ્ટીમર માં પાણી ગરમ કરવા મુકો એક ઉભા કાંઠા વાળું વાસણ તેલથી ગ્રીસ કરી પ્રિ હીટ કરો....

  2. 2

    હવે ખમણ ના તૈયાર કરેલ ખીરા માં તેલનું મોણઉમેરો....1 ચમચી સોડા બાય કાર્બ (કુકિંગ સોડા) ઉમેરી તરત જ 2 ચમચી પાણી નાખો એટલે સોડા એક્ટિવેટ થઈ એકદમ ફીણ વળશે....હવે એકજ દિશામાં હાથે થી અતજવા ચમચા થી ખૂબ હલાવો..flafy થઈને એકદમ ફૂલી જાય એટલે ગરમ કરેલા વાસણ અથવા થાળીમાં રેડી દો અને ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દો...

  3. 3

    હવે આપણા બેસન ખમણ તૈયાર થઈ ગયા છે.....5 - 7મિનિટ માટે ઠરવા મુકો....એક પ્લેટમાં લઈ અનમોલ્ડ કરો......

  4. 4

    પીસ કરીને તપાસો કે નીચે સુધી બફાઈને જાળી દાળ (સ્પોનજી) તૈયાર થઈ ગયા છે..હવે એક વઘારીયા માં તેલ મૂકી રાઈ ઉમેરો..રાઈ ફૂટે એટલે હિંગ નાખી ગેસ બંધ કરો.....હવે પીસ કરેલા ખમણ ઉપર વઘાર રેડતી વખતે મરચા અને તલ નાખી ને તરત ચમચી વડે વઘાર ફેલાવી દો જેથી આખા લેયર પર વઘાર થઈ જાય...મરી પાઉડર અને લાલ મરચું પાઉડર સ્પ્રીંકલ કરીને થાળ સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Nita Patel
Nita Patel @Nitacook_21328397
એક બાઉલ એટલે કેટલા ગ્રામ? બેસન

Similar Recipes