છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#નોર્થ
પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂

છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)

#નોર્થ
પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  1. છોલે માટે =
  2. 1 કપછોલે ચણા
  3. 2 નંગટમેટાં
  4. 1 નંગડુંગળી
  5. 2 નંગલીલા મરચાં
  6. 1 નાનોટૂકડો આદુ
  7. 7-8 કળીલસણ
  8. 1 વાટકીધાણા ભાજી
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 સ્પૂનમીઠું
  11. 1 સ્પૂનધાણા જીરું
  12. 1 ટી સ્પૂનહલદર અને હીંગ
  13. 1 સ્પૂનજીરું
  14. 2 નંગસૂકાં મરચાં
  15. 2 નંગતમાલપત્રા
  16. 2 નંગતજ લવીંગ
  17. 3 ટેબલ સ્પૂનતેલ
  18. ગાર્નીશિંગ માટે =
  19. જરૂર મુજબઓનિયન સ્લાઈસ અને લીંબુ
  20. ભટુરે માટે =
  21. 1 કપમેંદો
  22. 1 કપઘઉ નો લોટ
  23. 1 સ્પૂનમીઠું
  24. 1 ટી સ્પૂનખાંડ
  25. 2 ટેબલ સ્પૂનદહીં
  26. 1 ટી સ્પૂનખાવા નો સોડા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ છોલે ચણા ને રાત્રે પાણી માં પલાળી દો,સવારે 1 ગ્લાશ પાણી,1 ટી ચમચી હલદર,1 ચમચી નમક નાંખી બાફી લો.

  2. 2

    હવે છોલે ચણા ની ગ્રેવી માટે લસણ,ડુંગળી,આદુ,મરચાં,ટમેટાં,ધાણા ભાજી મિક્સરમાં નાંખી ક્રશ કરી લો.

  3. 3

    હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ,તમાલપત્રા,સૂકાં મરચાં,તજ લવિંગ મૂકી ગ્રેવી ને વઘારો અને સાંતળો પછી તેમાં લાલ મરચું પાઉડર,હલદર,ધાણા જીરું,નમક ઉમેરો પછી 1 ટેબલ ચમચી પાણી નાખી ઉકળવા દો,હવે છોલે ચણા નાંખી 5 મીનીટ સાંતળો.

  4. 4

    ભટુરે માટે મેંદો,ઘઉ નો લોટ લો,તેમાં નમક,ખાંડ,દહીં,ખાવા નો સોડા નાંખી લોટ બાંધી લો અને 20 મિનિટ રેસ્ટ આપો,પછી લોટ ને મસળી ને લુવા કરી ભટુરે વણી લો અને તેલ મૂકી તળી લો.

  5. 5

    હવે આ ગરમા ગરમ છોલે ભટુરે ને ઓનિયન,ધાણા ભાજી અને લીંબુ થી ગાર્નીશ કરી જમો અને જમાડો.😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes