ઓરિયો ડ્રાયફ્રૂટ કેક (Oreo Dryfruit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ ઓરિયો બિસ્કિટ ના નાના ટુકડા કરીને મિક્સર જાર મા એડ કરવા, તેમા 2 ચમચી ખાંડ અને 1 કપ દુધ એડ કરી ને બધુ જ ઝીણું દળી લેવું.
- 2
એક મોટી તપેલીમાં એક ગ્લાસ પાણી મૂકી ને ગેસ પર ગરમ કરવા મૂકો, તપેલીમાં એક નાનુ સ્ટેન્ડ કે માટલી નીચે મૂકવાનો કાટલો મૂકવો, ધીમા ગેસ પર 5 થી 8 મિનિટ ગરમ થવા દેવુ, દળેલા બિસ્કિટ ના મિક્સર ને એક બાઉલમાં કાઢી લેવું,
- 3
તેમા કાજુ, બદામ, અંજીર, અખરોટ આપણી પસંદગી મુજબ એડ કરવા, બધુ જ બરાબર મિક્સ કરી લેવું. કેક નુ બેટર મધ્યમ રાખવું. ત્યારબાદ કેક બનાવવા માટે કેક મોલ્ડ લેવું. તે ન હોય તો નાની તપેલી કે ડિશ લઈ શકો છો. તે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લેવું. પછી મોલ્ડમાં બટર પેપર મૂકવું તે ન હોય તો સફેદ કોરો કાગળ પણ મૂકી શકો છો, તેના પર બટર કે ઘી લગાવી દેવું.
- 4
હવે કેક ના બેટર માં એક ચમચી ઈનો એડ કરવો. ઈનો પર એક ચમચી દુધ નાખવુ જેથી ઈનો એક્ટિવ થાય પછી મિશ્રણ ને વ્યવસ્થિત રીતે હલાવી દેવું. જેના કારણે કેક નું બેટર થોડું ફૂલી જાશે. પછી તરત જ આ કેકના બેટર ને મોલ્ડ માં કાઢવું.
- 5
હવે મોલ્ડ ને પહેલાં થી ગરમ કરવા મૂકેલ તપેલીમાં મૂકી દઈશું. ત્યારબાદ 15 મિનિટ સુધી તેને ગરમ થવા દેવું. ધીમા ગેસે જ ગરમ થવા દેવું. 10 મિનિટ પછી તમે કેક ને ચેક કરી શકો છો. ટૂથપીક ની મદદથી આપડી કેક બરાબર થઈ છે કે નહીં તે ચેક કરવું. ટુથપીક એકદમ ક્લીન બહાર આવે તો સમજવું કે કેક એકદમ સરસ બેક થઈ ગઈ છે.
- 6
હવે કેક ને તપેલી માંથી બહાર કાઢી ને 5 થી 10 મિનિટ સુધી ઠંડી થવા દેવી. ઠંડી થાય પછી જ કેક ને બહાર કાઢવી નહીં તો તે ટૂટી જશે. કેક ઠરી ગયા પછી ચપ્પા થી કેક ને મોલ્ડ ની કિનારી થી અલગ કરી લેવું.
- 7
મોલ્ડ પર એક ડીશ રાખી ને મોલ્ડ ને ઊંધું કરી લેવું. કેક સરસ રીતે બહાર ડીશ માં આવી જશે. તેના ઉપરથી બટર પેપર ધીરે થી કાઢી લેવું.
- 8
છેલ્લે કેક ને સજાવવા માટે ડેરીમિલ્ક ની છીણ ઉપર ભભરાવી દેવી, તેને સજાવટ માટે ચોકલેટ બોલ્સ મૂકવા, તેમજ ક્રીમ ના ફ્લાવર બનાવી ને મૂકવા. તો તૈયાર છે ઓરિયો ડ્રાયફ્રૂટ કેક 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
#CookpadTurns4#Dry_Fruits#Week2#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ Pushpa Chudasama -
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
ઓરિઓ મિલ્કશેક(Oreo MilkShake Recipe in Gujarati
તમે કાજુ મિલ્કશેક મેંગો મિલ્કશેક એમ વિવિધ પ્રકારના મિલ્કશેક પીધા હશે આજે હું એક નવું મિલ્કશેક લઈ ને આવી છું. આ એક ઑરીઓ બિસ્કીટ દૂધ ખાંડ અને બરફથી બનતી વાનગી છે.આ વાનગી એક દમ ઓછા સમયમાં બનતી વાનગી છે. જયારે ધારે મહેમાન આવે કે કિટી પાટી હોય ત્યારે તમે આને તમે વેલકમ ડ્રીક તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવીએ ઑરિઓ મિલ્કશેક. Tejal Vashi -
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
-
લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)