પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.

પનીર આલુ પરાઠા(Paneer Aloo Paratha Recipe In Gujarati)

પનીર આલુ પરોઠા માં આપણે પનીરનો મિશ્રણ ઉમેર્યું છે જેનાથી પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૭૫૦ ગ્રામ બટાકા
  3. ૧ વાટકીઝીણી ક્રશ કરેલી ડુંગળી
  4. ૪ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીસંભાર મસાલો
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧ ચમચીઆમચૂર પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીરાઈ
  10. ૧/૨ ચમચીજીરૂ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૩ વાડકીઘઉંનો લોટ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. જરૂર મુજબતેલ
  15. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લો, તેમાં રઈ,જીરું, હિંગ, ક્રશ કરેલી ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો. પેસ્ટ બરોબર સંતળાઈ જાય એટલે એક ચમચો પેસ્ટ અલગ કાઢી લો, પછી તેમાં બટાકાનો માવો, સંભાર મસાલા, આમચૂર પાઉડર, ધાણાજીરું, ચપટી હળદર, મીઠું અને કોથમીર ઉમેરીને બધું હલાવી લો. આપણું બટાકાનું સ્ટફિંગ તૈયાર છે

  2. 2

    હવે જે અલગ રાખેલી પેસ્ટ છે તેમાં પનીરને હાથથી મસળીને નાખો, તેમાં ચાટ મસાલા, મીઠું, કોથમીર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    હવે ઘઉંનો લોટ લો તેમાં મીઠું, ચપટી હિંગ, ચપટી હળદર અને પાણી થી લોટ બાંધી દો. ત્યારબાદ લોટમાંથી લુઆ બનાવી તેને વળી ને ઉપર બટાકાનું સ્ટફિંગ અને તેની ઉપર પનીરનું સ્ટફીંગ મૂકો અને તેના પરોઠા વણી લો.

  4. 4

    પછી તવી ઉપર પરોઠો મૂકીને બે બાજુ તેલ લગાવીને શેકી લો. આપણા પનીર આલુ પરાઠા તૈયાર છે તેને દહીં અને કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes