મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)

HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
સુરત

ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું.

મેગીના ભજીયા(Meggi Bhajiya Recipe In Gujarati)

ભજીયા એ જમણવારમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. પ્રસંગનું મેનુ ભજીયા વિના અધૂરું ગણાય. મેથીના ભજીયા, ગોટા, ટામેટાના ભજીયા અને કુંભણીયા ભજીયા બાદ આ નવલું નજરાણું આવ્યું છે જે આપની સમક્ષ રજુ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. ૩ પેકેટમેગી
  2. ૨ ગ્લાસપાણી
  3. ૩ નંગતીખા મરચા
  4. ટુકડોઆદુનો નાનો
  5. ૫૦ ગ્રામ કોથમીર
  6. ૫૦ ગ્રામ બેસન
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીમીઠું
  9. ૧૫૦ મીલી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૨ ગ્લાસ પાણીમાં મેગી બાફી લેવી, મેગી બાફતી વખતે એને થોડી કાચી રાખવી અને સાથે આવેલો મસાલો એમાં ઉમેરવો નહીં.

  2. 2

    આ મેગીમાં નાના સમારેલા મરચા, છીણેલું આદુ, મીઠું, બેસન, ધાણાજીરું, મેગીનો મસાલો, સમારેલી કોથમીર એડ કરો.

  3. 3

    આ તૈયાર થયેલા મસાલાને નાની સાઈઝમાં ગોળીઓ બનાવી લ્યો.

  4. 4

    ગેસ પર ધીમા તાપે એને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો.

  5. 5

    આ તૈયાર થયેલ વ્યંજન ખજૂર આંબલીની ચટણી, સોસ કે લીંબુના રસ સાથે સર્વ કરી શકાય છે.

  6. 6

    આ રેસિપિમાં લીલા વટાણા બાફી ક્રશ કરી ઉમેરી શકાય છે, ગાજર, કેપ્સિકમ, ટામેટા જેવા અન્ય પ્રયોગો પણ સાનુકૂળ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HITESH DHOLA
HITESH DHOLA @cook_25315340
પર
સુરત
મારુ રસોડું મારી પ્રયોગશાળા
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes