મસાલા પૂરી ભજીયા(masala Puri bhajiyA recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

આમ તો આપણે બહુ બધી જાતના ભજીયા ખાતા હોઈએ છીએ બટેટાની પતરી ના ભજીયા બહુ ફેમસ છે બધાં જ ઘરે બનતા હોય મેં અહીં એમણે થોડી અલગ રીતે બનાવ્યા છે મેં બટેટાની બે પતરી વચ્ચે મસાલો કરીને પછી આ ભજીયા બના વ્યા છે મારા પપ્પા ચોમાસામાં ખાસ કરીને આ ભજીયા બનાવતા કારણ કે વરસાદ બહુ હોય તો મેથીની ભાજી પણ ના મળે તો એના ઓપ્શનમાં આ ભજીયા બેસ્ટ છે એને ટેસ્ટમાં પણ ખૂબ સારા લાગે છે.#સુપરશેફ3#Monsoon#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪વ્યક્તિ
  1. 300 ગ્રામબેસન
  2. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  3. 2 નંગઝીણા સમારેલા લીલા મરચા
  4. 2 નંગમોટા બટેટા ની પતરી
  5. 1 ચમચીલાલલસણની ચટણી
  6. 2 ચમચીકોથમીર
  7. 1/2 ચમચીહળદર
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું પાઉડર
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 2 ચમચીઝીણા સમારેલ ફુદીનો
  12. 1/4 ચમચીસોડા
  13. નમક જરૂર મુજબ
  14. તેલ જરૂર મુજબ
  15. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બેસનમાં આદુની પેસ્ટ, સમારેલા લીલા મરચા,ચપટી હળદર,ખાવા નો સોડા અને જરૂર મુજબ નમક નાખી midium ખીરુ તૈયાર કરો

  2. 2

    હવે એક બાઉલમાં લાલ લસણ ની ચટણી સમારેલી કોથમીર,ફુદીનો, હળદર, લાલ મરચું,ધાણાજીરૂ લીંબુનો રસ જરૂર મુજબ નમક અને 1/2ચમચી તેલ નાખી બધો જ મસાલો વ્યવસ્થિત મિક્સ કરો બટાકાની એક પતરી લઈ તેની ઉપર મસાલો લગાવો તેની ઉપર બટેકાની બીજી પતરી મૂકો. આવી જ રીતે બીજા બટેટાની પતરી ઓ તૈયાર કરો.

  3. 3

    હવે બેસનના તૈયાર કરેલા ખીરામાં બટેટાની પતરી ઓ વારા ફરતી નાખીને ગરમ તેલમાંધીમા ગેસ પર તળો તૈયાર મસાલા પૂરી ભજીયાને તીખી-મીઠી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes