દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 લીટર ફુલ ફેટવાળું દૂધ
  2. 1 ટી સ્પૂનઘી
  3. 2 ટેબલ સ્પૂનપલાળેલા ચોખા
  4. 4-5 ટેબલ સ્પૂનખાંડ
  5. 2 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  6. 1/4 કપરૂમ ટેમ્પરેચર વાળું દૂધ
  7. 1 ટેબલસ્પૂનકાજુની કતરણ
  8. 1 ટેબલ સ્પૂનબદામની કતરણ
  9. 1 ચમચીચારોળી
  10. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  11. 1/2 ટી સ્પૂનજાયફળ પાઉડર
  12. 10-12 નંગ તાર દૂધમાં પલાળેલું કેસર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધપાક બનાવવા માટે આપણે ચોખાને પહેલા પલાળી દઈશું.

  2. 2

    જાડી તપેલી લઈશું અને એને ઘી વડે ગ્રીસ કરી લઈશું. તેમાં આપણે દૂધ ઉમેરી દૂધને ઉકળવા મૂકી દઈશું. દૂધનો એક ઊભરો આવવા દઇશું.

  3. 3

    ત્યારબાદ પલાળેલા ચોખા ને પાણીમાંથી નિતારી લઈશું અને થોડીવાર રહેવા દઈશું.પછી એ ચોખાને પણ થોડા ઘીવાળા કરી લઈશું કેમકે ઘીવાળા કરવાથી ચોખા દૂધમાં ઉકળતા એકબીજા સાથે ચોંટી જતા નથી છુટ્ટા રહે છે. પછી એ ઘી વાળા ચોખાને દૂધમાં નાખીને ઉકળવા દઈશું.

  4. 4

    ચોખા પલાળેલા જ છે એટલે એને દૂધમાં ચડતા વાર નહિ લાગે.એ દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એક બાઉલમાં નોર્મલ ટેમ્પરેચર પર રાખેલા દૂધમાં થોડો મિલ્ક પાઉડર એડ કરીને તેને બરાબર હલાવી લઈશું.

  5. 5

    પછી ઉકળતા દૂધમાં ખાંડ એડ કરી આપણે એક બે ઉભરા આવવા દઇશું. હવે ચોખા ચઢી જાય એટલે તેમાં આ રેડી કરેલુ મિલ્ક પાઉડર વાળું મિશ્રણ એડ કરીશું.

  6. 6

    મિલ્ક પાઉડર વાળું મિશ્રણ એડ કરી અને એક ઊભરો આવવા દહીં બરાબર તેને મિક્સ થવા દઈશું.ત્યારબાદ હવે તેમાં કાજુની કતરણ, બદામની કતરણ, ઈલાયચી પાઉડર,જાયફળ પાઉડર,ચારોડી અને પલાળેલું કેસરવાળું દૂધ એડ કરીશું. અને એક ઊભરો આવવા દઈશું.

  7. 7

    હવે રેડી છે આપણો ક્રીમી દૂધપાક જેમાં મિલ્ક પાઉડર એડ કરવાથી તે ઘટ્ટ બને છે અને જલ્દી પણ તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes