રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3 થી 4 સર્વિંગ્
  1. 2 કપ/ ચણા નૉ લોટ
  2. 1 કપ/દહીં
  3. ઍક ચમચી ખાંડ
  4. 1/ પેકેટ ઇનો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1 ચમચીલીંબુ ના ફૂલ
  7. 1 ચમચીલીમડાં ના પાન
  8. ૧ ચમચીમરચા
  9. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પહેલા ચણા નાં લોટ ને એક તપેલી માં 2 કપ લઇ ચાળી લીધો તેમાં ઍક કપ દહીં ઉમેરયુ

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઍક ચમચી ખાંડ લીંબુ નાં ફૂલ ઉમેર્યા

  3. 3

    ત્યાર બાદ તેમાં થોડું પાણી જરૂર મુજબ ઉમેર્યું તેમાં દહીં નાખેલું હોઈ તે પ્રમાણે પાણી ઉમેરીને શકો ચણા નાં લોટ નું ખીરું મીડિયામ થાય ત્યાં તેટલું પાણી ઉમેરવું

  4. 4

    ચણાના લોટ નું ખીરું એકદમ મીશ્રણ થઇ જાય ત્યાં લગી તેમણે મિક્સ કરવાનું ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીને તેમને મિક્સ કરવાનું અને તેમાં ઍક પેકેટ ઇનો નાખી તેમાં ઘટટ થાય ત્યાં લાગી મિક્સ કરવાનું

  5. 5

    જે ઢોકળાં નાં ખીરા વાસણ મા રાખવાનું છે તે વાસણ માં બધી બાજુ તેલ લગાવી તેમને ઢોકળીયા માં ગરમ કરવા રાખવાનું અને તે ગરમ થાય ત્યાર બાદ ખીરા ને વાસણ માં પાથરી ને ઢાંકી દેવાનુ 15 થી 20 માટે ફાસ્ટ ગેસ પર રાખવાનું

  6. 6

    15 થી 20 મિનીટ બાદ ગેસ બંધ કરી ઢોકળા ને ચેક કરવાનું અને થઇ જાય પછીં ઍક પ્લેટ માં કાઢી તેમને ઠંડુ કરવા રાખવાનું ત્યાર બાદ તેમને ઍક કડાઇ માં તેલ લઇ તેમાં રાઈ નાં દાણા લીમડાના પાન અને મરચા ને સાંતળી અને તેમાં થોડીક ખાંડ અને મીઠું નાખી તેમાં થોડું પાણી નાંખવાનું તે સંતળાય જાય પછીં ગેસ બંધ કરી ઢોકળાં પર ચમચી વડે ચારે બાજુ તેમને પાથરી દેવાનુ અને સર્વિગ પ્લેટ માં ઢોકળાં ને લઇ પીરસવાનું લીલી ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
પર
Junahadh (Gujarat )

Similar Recipes