પનીર ટિક્કા સબ્જી (Paneer Tikka Masala Recipe In Gujarati)

Madhavi pujara
Madhavi pujara @cook_26104325

પનીર ટિક્કા સબ્જી (Paneer Tikka Masala Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી બનાવા માટે
  2. 2 નંગ ડુંગળી
  3. 3 નંગ ટામેટાં
  4. 6-7 નંગ કાજુ
  5. 1 ટીસ્પૂનમગસતરી ના બી
  6. વઘાર માટે
  7. 5-6 સ્પૂનતેલ
  8. 1 સ્પૂનલસણ ની ચટણી
  9. 2 સ્પૂનબટર
  10. 1 કપ સમારેલી ડુંગળી
  11. 1 કપ સમારેલા ટામેટા
  12. સ્વાદાનુસારકિચન કિંગ મસાલો
  13. સ્વાદાનુસારગરમ મસાલો
  14. સ્વાદાનુસારમીઠું
  15. 1 ચમચી હળદર
  16. 1 ચમચી લાલ મરચું પાઉડર
  17. 1/2 ચમચી ધાણાજીરું
  18. 2 સ્પૂનક્રીમ
  19. 1 ચમચી લીંબુ
  20. 1/2 ચમચી કસ્તુરી મેથી
  21. 100 ગ્રામપનીર
  22. 1 નંગ ડુંગળી ના મોટા કટકા
  23. 1/2કેપ્સિકમ ના મોટા કટકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટાં ડુંગળી કાજુ અને મગજતરીના બીને બાફી લો. બફાઈ જાય એટલે મિક્સરમાં બ્લેન્ડ કરી લો.

  2. 2

    હવે એક તેમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે ગ્રેવી નો વઘાર કરો. તેમાં ગરમ મસાલો કિચન કિંગ મસાલો મીઠું મરચું ધાણાજીરુ હળદર ઉમેરો. હવે ગ્રેવી ને પકડવા ગયો જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દ્યો

  3. 3

    હવે બીજું એક બોલ લ્યો અને તેમાં તેલ મૂકો. તેલ થઈ જાય એટલે તેમાં લસણ નો વઘાર કરો. લસણ ને સાંતળી લ્યો.

  4. 4

    પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો ને સાથે એક ચમચી બટર નાખો ડુંગળીને સાંતળી લો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો એને પણ સાંતળી લ્યો.

  5. 5

    હવે એમાં બધું સંતળાઈ જાય એટલે ગ્રેવી ઉમેરો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું ઉમેરો. બધું મિક્સ થઇ જાય એટલે તેમાં ક્રીમ અને બટર ઉમેરો

  6. 6

    હવે તળવા માટે તેલ મૂકો એમાં પનીર 50 ગ્રામ પનીરના ટુકડા, ડુંગળી કેપ્સીકમ ને તળી લો. તળાઈ જાય એટલે બધું જ ગ્રેવી માં મિક્સ કરી દો.

  7. 7

    મિક્સ થઈ જાય એટલે થોડું પનીર ખમણી અંદર. ઉપરથી ત્રણથી ચાર ટીપાં લીંબુના નાખવા. બે મિનીટ ધીમા તાપ પર શાકને થવા દ્યો. સર્વિંગ ડીશમાં કાઢી લ્યો અને ઉપર પનીર ખમણી અને ડુંગળી મૂકીને સર્વ કરો. પનીર ટીકા સબ્જી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi pujara
Madhavi pujara @cook_26104325
પર

ટિપ્પણીઓ

Similar Recipes