રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.
રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.
પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામમોટું રીંગણ
  2. 1/4 ચમચીમીઠું
  3. ➡️ મસાલા માટે
  4. 2 મોટી ચમચીચણાનો લોટ
  5. 1 ચમચીશીંગદાણાનો ભૂકો
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1+1/2 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ચમચીહળદર
  12. 1 ચમચીપંજેરી પાઉડર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. 2-3 ચમચીતેલ
  15. 1 ચમચીસમારેલી કોથમીર
  16. 1 ચમચીસમારેલુ લીલું લસણ
  17. 1/4 ચમચીગરમ મસાલો
  18. 3-4 ચમચીતેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણ ધોઈને એકસરખા માપના કાપી લો. હવે એમાં ચપ્પુ વડે કાપા કરી 1/4 ચમચી જેટલું મીઠું છાંટીને હલાવી 5 થી 7 મિનિટ સુધી રહેવા દો. 250 ગ્રામ રીંગણમાથી 8 થી 9 સ્લાઈસ થશે.

  2. 2

    હવે મસાલા માટે એક વાસણમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    મસાલો મિક્સ કરી 1/2 ચમચી જેટલો મસાલો લ‌ઈ રીંગણની સ્લાઈસ પર બંને બાજુ લગાવી દો. આ રીતે બધી સ્લાઈસ પર મસાલો લગાવી દો. હવે પેનમાં 3 થી 4 ચમચી તેલ મૂકી તેમાં રીંગણની સ્લાઈસ મૂકી દો.

  4. 4

    હવે ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ રીંગણની સ્લાઈસ બીજી બાજુ ફેરવીને 5 થી 7 મિનિટ સુધી થવા દો. આ રીતે બે વખત બંને બાજુ શેકી લો. હવે સ્લાઈસમા તવેતાથી ચેક કરી લેવું. આ રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  5. 5

    5 મિનિટ સર્વીંગ ડીશમા કાઢી લીલું લસણ-કોથમીર નાખી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes