કેળાનુ રાયતુ(Banana Raitu Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
એક જણા માટે
  1. 4 થી 5 ચમચી દહીં
  2. 1મિડીયમ સાઈઝ નું કેળું
  3. 1 ચપટીસંચળ
  4. 1 ચપટીમીઠું
  5. જરૂર મુજબ ધાણાભાજી ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ ચારથી પાંચ ચમચી દહીં લો ત્યારબાદ તેને ચમચાની મદદથી એકદમ પાંચ મિનિટ માટે હલાવી લો દહીં હલાવી લીધા બાદ એક મિડીયમ સાઈઝ કેળું લો અને તેની છાલ કાઢી નાખો

  2. 2

    કેળાની છાલ કાઢયા બાદ તેને નાના ટુકડામાં સુધારી લો અને ત્યારબાદ તેને જે આપણે દહિ લીધું હતું તેમાં ઉમેરી દો

  3. 3

    કેળા નાખ્યા બાદ તેને ચમચાની મદદથી હલાવી લો અને ત્યારબાદ તેમાં ચપટી સંચળ પાઉડર અને ચપટીક મીઠું ઉમેરી મિક્સ કરી લો અને જો તમને મરી પાઉડર પસંદ હોય તો તમે એ પણ ચપટીક ઉમેરી શકો છો

  4. 4

    આ બધું જ નાખ્યા બાદ ફરીથી તેને એકવાર મિક્સ કરી લો અને ત્યારબાદ તેની ઉપર ધાણા ભાજી નાખી ધાણાભાજી નાખ્યા બાદ તેને બેથી ત્રણ કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા રાખી દો અને ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો તો તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ કેળાનું રાઇતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes