પિઝા (Pizza Recipe In Gujarati)

Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk

પિઝા એ એક એવી રેસીપી છે જે દરેક લોકો ની ફેવરિટ હોય છે આજે મેં પણ વેજિટેબલ પિઝા બનાયવા છે તો તમારી સાથે શેર કરું છું
#trend

પિઝા (Pizza Recipe In Gujarati)

પિઝા એ એક એવી રેસીપી છે જે દરેક લોકો ની ફેવરિટ હોય છે આજે મેં પણ વેજિટેબલ પિઝા બનાયવા છે તો તમારી સાથે શેર કરું છું
#trend

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6/7 સર્વિંગ્સ
  1. 150 ગ્રામછીણેલું ગાજર
  2. 150 ગ્રામછીણેલી કોબી
  3. 2કેપ્સિકમ ઉભા લામ્બા સમારેલા
  4. 2મોટા ટામેટાં ઉભા લાંબા સુધારેલા (વચ્ચેનો બી વાળો ભાગ ન વાપરવો)
  5. 1 વાટકીપિઝા સોસ
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. મીઠું સ્વાદ મુબજ
  8. ઓરેગાનો જરૂર મુજબ
  9. ચિલિફ્લેક્સ જરૂર મુજબ
  10. 1મોટી વાટકી ટમેટો સોસ
  11. 150 ગ્રામદાંણા ચીઝ
  12. 200 ગ્રામઅમુલ ચીઝ
  13. 8પિઝા ના રોટલા
  14. 3 ચમચીબટર
  15. 1/4જીરું
  16. 15/20ગ્રીન એન્ડ બ્લેક ઓલીવ્સ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં 1 ચમચી બટર લો તે ગરમ થાય એટલે તેમાં જીરું મૂકી ને સમારેલા ગાજર કોબી નો વઘાર કરો અને તેમાં ઉભા સમારેલા કેપ્સિકમ અને ટામેટાં જે તૈયાર કરેલા છે તે થોડાક નાખો હવે તેમાં ટેસ્ટ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી 2મિનિટ કુક કરો અને ગેસ બંધ કરી દો જેવી રીતે આપણે સંભારો બનાવીયે એ જ રીતે આને અધકચરું કુક કરવા નું છે

  2. 2

    હવે ઓવન ને પ્રિહિટ કરી રાખો 120° પર હવે પિઝા ના રોટલા ની બંને બાજુ બટર લગાવો અને તેને પ્રિહિટ ઓવન માં એક બાજુ 2મિનિટ કુક કરો હવે ઓવન માંથી રોટલો બાર લય તેના પર પિઝા સોસ લગાવો અને ત્યાર બાદ તેના પર તૈયાર કરેલું વેજિટેબલ ને પાથરી દો હવે તેના પર જે કાચા રાખેલા કેપ્સિકમ અને ટામેટાં છે તે મુકો ત્યાર બાદ દાણા ચીઝ અને અમુલ ચીઝ સ્પ્રેડ કરો અને પછી ઓરેગાનો અને ચિલિફ્લેક્સ નાખો અને ત્યાર બાદ ઓલીવ્સ મૂકી ને પ્રિહીટેડ ઓવન માં 150° ડિગ્રી એ 4/5 મિનિટ કુક કરો...

  3. 3

    કુક થાય એટલે તેમાં ટોમેટો સોસ નાખી અને એક્સટ્રા ચીઝ નાખો અને કટર વડે કટ કરી ને ગરમ ગરમ પિઝા સર્વ કરો...

  4. 4

    નોંધ : 1.ઓરેગાનો અને ચિલિફ્લેક્સ તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો.. 2. ચીઝ પણ ટેસ્ટ મૂજબ ઓછું વધારે નાખી સકાય...3. ઓવન નું ટેમ્પરેચર પણ તમારા મુજબ ચેન્ઝ કરી શકો છો કેમ કે કોઈ ને ક્રિસ્પી ટેસ્ટ ગમે છે તો કોઈ ને નોર્મલ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk
પર

Similar Recipes