ગ્રીન પુલાવ(Green pulav recipe in Gujarati)

Heena Shah
Heena Shah @cook_26407033

ગ્રીન પુલાવ(Green pulav recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪-૫ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૨ ટેબલ સ્પૂનઘી
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. 1/2 ટી સ્પૂનજીરું
  5. ૨ નંગકેપ્સીકમ
  6. ૪ ટેબલ સ્પૂનલીલી ચટણી
  7. ૧૦૦ ગ્રામ ફણસી
  8. ૧૦૦ ગ્રામ વટાણા
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૧૦ નંગ કાજુ
  11. ૧૫ નંગ દ્રાક્ષ
  12. ૨૫૦ ગ્રામ પાલક
  13. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગૅસ પર એક વાસણ માં ઘી તેલ મૂકી તેમાં જીરું નાખી કેપ્સીકમ ની ઊભી અને પાતળી ચીરીઓ કરી નાખવી

  2. 2

    તેમાં મીઠું નાખવું. થોડી વાર પછી લીલી ચટણી નાખવી. પાલક સહેજ બાફી ક્રશ કરી ને નાખવી. ફણસી ઝીણી સમારી ને બાફવી. વટાણા મીઠું નાખી ને છૂટા બાફવા.

  3. 3

    ચોખા ૧ કલાક પાણી માં પલાળી સહેજ કાચા રહે તેમ બાફી ને ઓસવવા.

  4. 4

    વાસણ માં લીલી ચટણી, પાલક, ઉપર વટાણા, ફણસી, ચોખા અને ગરમ મસાલો નાખો. કાજુ દ્રાક્ષ નાખી સાચવી ને હલાવવું.

  5. 5

    ઉપર ચીઝ અને પનીર ના ટુકડા નાખી શકાય તથા તેને દહીં ની કરી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Shah
Heena Shah @cook_26407033
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes