ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.
#GA4
#week8

ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)

આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.
#GA4
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4વ્યક્તિ માટે
  1. 250 ગ્રામબાસમતી રાઈઝ
  2. 200 ગ્રામપાલક
  3. 150 ગ્રામલિલી તુવેર ના દાણા
  4. 150 ગ્રામલીલા વટાણા ના દાણા
  5. 100 ગ્રામફણસી
  6. 150 ગ્રામલીલા કાંદા
  7. 8-10કાલી લીલું લસણ
  8. 50 ગ્રામલીલા ધાણા
  9. 4-5લીલા મરચા નંગ
  10. 1 નંગકેપ્સિકમ
  11. 3 નંગસૂકા કાંદા
  12. 3 નંગટામેટાં
  13. 1 નંગલીંબુ
  14. 5ઘી ચમચી
  15. 15 નંગકાજુ
  16. 15 નંગકિસમિસ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. ખડા મસાલા
  19. 4 ટુકડાતજ
  20. 4 નંગલવિંગ
  21. તમાલ પાત્ર
  22. બડીયા
  23. ટામેટા સૂપ માટે
  24. 5-6 નંગટામેટાં
  25. 1 ચમચીખાંડ
  26. 1 ચમચીકોર્નફ્લોર
  27. 1 ચમચીબટર
  28. 1તજ નો ટુકડો
  29. 2લવિંગ
  30. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બાસમતી રાઈઝ ને 1લીંબુ,મીઠું,1 ટુકડો તજ,1 નંગ લવિંગ,1ચમચી ઘી નાખી 80% બોઇલ કરી લેવા.

  2. 2

    સૂકા કાંદા, ટામેટા ને પાલક ને મિક્સિ માં અલગ અલગ વાટી પ્યુરી તૈયાર કરવી

  3. 3

    એક પેન માં ઘી મૂકી કાજુ સાંતળી ને કાઢી લેવા.તેજ ઘી માં ખડા મસાલા નાખી વાટેલા કાંદા, ટામેટા ની પ્યુરી, પાલક ની પ્યુરી પણ ઉમેરવી.લીલા વટાણા, લિલી તુવેર,ફણસી ને આગળથી બોઇલ કરી લેવા.બોઇલ કરતી વખતે 1 ચમચી મીઠું,અરધી ચમચી ખાંડ નાખવા જેથી કલર ગ્રીન રહે.બોઇલ કરેલા બધા વેજિટેબલ,લીલા કાંદા,કેપ્સીકમ પણ ઉમેરવા.

  4. 4

    તેમાં બોઇલ કારેલો રાઈઝ પણ ઉમેરી દેવો તેમાં કાજુ,કિસમિસ ઉમેરી દેવા

  5. 5

    7-8 મિનીટ્સ ધીમા ગેસ પર થવા દેવો ગ્રીન ફુલાવ તૈયાર.ટામેટા સૂપ સાથે પીરસવું

  6. 6

    સૂપ માટે 5-6 નંગ ટામેટા લઇ કાપી લેવા.એક પેન માં બટર મૂકી તજ,લવિંગ નાખી વઘારી લેવા.1 ચમચી ખાન્સ,મીઠું,મરી પાઉડર નાખવા.ટામેટા ચડી જાય એટલે બ્લેન્ડર ફેરવી દેવું.એક વાટકી માં એક ચમચી કોર્નફલોર પાણી માં ઓગળી તેમાં ઉમેરી 2-4 ઉભરા આવે એટલે ઉતારી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes